વૈશ્વિક ‘મહામંદી’ દ્વારે ઉભી છે, બચવાનો કોઈ રસ્તો નથી : વર્લ્ડ બેંક મોંઘવારી સામે લાચાર

128

નવી દિલ્હી : તા.26 મે 2022,ગુરૂવાર : રશિયા-યુક્રેન યુદ્ધની સાથે-સાથે વિશ્વજગત મોંઘવારી સામે એક મહાજંગ લડી રહ્યું છે.વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંકે 20 વર્ષનો સૌથી મોટો વ્યાજદર વધારો કર્યા છતા આગામી સમયમાં મોંઘવારીને કાબૂમાં લેવા અને સિસ્ટમની લિક્વિડિટી સામે લડવા માટે નજીકના ભવિષ્યમાં જ વધુ બે વ્યાજદર વધારાની આગાહી કરી છે.જોકે યુએસ ફેડની સાથે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો વ્યાજદર વધારો કરી રહી છે છતાં મોંઘવારી કાબૂમાં નથી આવી રહી અને સ્થિતિ આ પ્રમાણે જ બેકાબૂ રહેશે તો ગ્લોબલ ઈકોનોમી પર પણ ભારે દબાણ સર્જાવાની આશંકા છે.જોકે વિશ્વ બેંકના વડાએ આપેલ એક નિવેદને આજે સૌને ચોંકાવી દીધા છે.

વર્લ્ડ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસ(David Malpass)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયા દ્વારા ચલાવવામાં આવેલ યુદ્ધ,તેની ફૂડ અને એનર્જી પ્રાઈસ પરની અસર સાથે-સાથે ખાતરના પુરવઠા વૈશ્વિક મંદી તરફ દોરી શકે છે.યુએસ ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં માલપાસે જણાવ્યું હતું કે વિશ્વના ચોથા ક્રમના સૌથી મોટા જર્મનીનું અર્થતંત્ર ક્રૂડ અને એનર્જીની વધતી કિંમતોને કારણે પહેલાથી જ ધીમી પડી ગયું છે.બીજી બાજુ ઓછા ખાતરનું ઉત્પાદન અન્ય દેશોમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

Share Now