SRKના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લિન ચીટ

113

નવી મુંબઇ : તા.27 મે 2022,શુક્રવાર : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ‘ક્લીન ચિટ’ આપી છે.ગત વર્ષે મુંબઈમાં ક્રૂઝ પર દરોડા દરમિયાન અન્ય કેટલાક લોકો સાથે શાહરુખના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પણ ડ્રગ્સ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.આ ડ્રગ્સ કાંડમાં આર્યનને જેલ પણ થઈ હતી જોકે બાદમાં કોર્ટે તેને જામીન પણ આપ્યા હતા.કોરડીલા ક્રૂઝ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ બ્યુરોએ ફાઈલ કરેલ 6000 પાનાંની ચાર્જશીટમાં કુલ 14 લોકો પર આરોપો નક્કી કરવામાં આવ્યા છે.આ સિવાય અમુકને ક્લિનચીટ આપવામાં આવી છે એટલેકે આરોપીઓની યાદીમાં તેમના નામ નથી.આયર્ન ખાનનું નામ પણ આ ડ્રગ્સ કાંડના આરોપીઓની યાદીમાં નામ ન હોવાનો મતલબ છે કે એનસીબીએ આ સમગ્ર પ્રકરણમાં બાદશાહ શાહરૂખ ખાનના પુત્રને આધિકારીક ક્લિનચીટ આપી દીધી છે.

માર્ચ મહિનાના અંતે આર્યન ખાન(Aryan Khan)ડ્રગ્સ કેસ(Drugs Case)માં મુંબઈની કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની SITને ચાર્જશીટ ફાઈલ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. મુંબઈના એક ક્રૂઝ પર પાર્ટી દરમિયાન મળેલા ડ્રગ્સના મામલે એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાનને મુખ્ય આરોપી ઠેરવ્યો હતો.આ મામલે અગાઉ સમાચાર આવ્યા હતા કે,આર્યન ખાન સામે એજન્સીને કોઈ ખાસ પુરાવા મળ્યા નહોતા પરંતુ બાદમાં એનસીબીએ સ્પષ્ટ કરી દીધું કે,હજુ આ મામલે ક્લીન ચિટ આપવામાં નથી આવી.જોકે આજે 27મી મેના રોજ રજૂ કરેલ ચાર્જશીટમાં આયર્નને NCBએ આધિકારીક રીતે ક્લિનચીટ આપી છે.ચાર્જશીટમાં એસઆઈટીએ નક્કર પુરાવાને આધારે 14 લોકો સામે આરોપો નક્કી કર્યા છે અને નક્કર આધાર પુરાવાના અભાવે ચાર્જશીટમાંથી 6 લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે,જેમાં શાહરૂખ ખાનની મન્નત પુરી થઈ છે અને આર્યનનું નામ નથી.

Share Now