સુરત, 27 મે : છેલ્લાં 2 વર્ષમાં કોલસાના ભાવ ડબલ થઈ ગયા છે જેના કારણે શહેરના પ્રોસેસિંગ મિલોની હાલત ખરાબ થઈ ગઈ છે.કોલસાના ભાવ વધારે હોવાથી ખર્ચ ઓછો લાવવા માટે પાંડેસરાની અનેક પ્રોસેસિંગ મિલોમાં કોલસાની જગ્યાએ લાંકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પેટ્રોલ,ડિઝલ,ગેસ સહિત તમામ ઈંધણોના ભાવમાં વધારો થયો છે.બીજી તરફ વિદેશમાંથી ઈમ્પોર્ટ થતાં કોલસાના ભાવમાં પણ વધારો થયો છે.છેલ્લાં દોઢ વર્ષમાં કોલસાનો ભાવ ડબલ થઈ ગયો છે.જેના કારણે શહેરની પ્રોસેસિંગ મિલો દ્વારા જોબ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.જોબ ખર્ચ ઓછો લાવવા માટે પાંડેસરાની પ્રોસેસિંગ મિલો દ્વારા કોલસાની જગ્યાએ લાંકડાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દિધું છે.પાંડેસરામાં અનેક મિલોની બહાર લાંકડાના ઢગલાઓ જોવા મળી રહ્યાં છે.