લખનૌ : તા.28 મે 2022,શનિવાર : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(Yogi Adityanath)એ વિધાનસભામાં શુક્રવારે સમાજવાદી નેતા શિવપાલ સિંહ યાદવ(Shivpal Singh Yadav)ની પ્રશંસા કરી તો નેતા પ્રતિપક્ષ અખિલેશ યાદવ(Akhilesh Yadav)એ કટાક્ષ કરતા કહ્યું કે,મુખ્યમંત્રીને અમારા કાકાની ખૂબ જ ચિંતા છે.પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી(લોહિયા)ના શિવપાલ યાદવે એક દિવસ અગાઉ મુખ્યમંત્રીને પ્રામાણિક અને મહેનતું ગણાવીને તેમની પ્રશંસા કરી હતી.આજે યોગી દ્વારા તેમની પ્રશંસાને તેમના પોતાના ભત્રીજા અખિલેશ યાદવ સાથે વધતા અંતરના સંદર્ભમાં જોઈ શકાય છે.વિધાનસભામાં શુક્રવારે રાજ્યપાલના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનું ભાષણ સમાપ્ત કર્યું તો અખિલેશ યાદવે અભિભાષણ પર પોતાના સંશોધન પ્રસ્તાવ પર કહ્યું કે,મુખ્યમંત્રીએ લાંબુ ભાષણ આપ્યું પરંતુ જે સંશોધન મેં પોતાના ભાષણમાં કહ્યું તેને હજુ સુધી સ્પર્શ નથી કર્યું.યાદવે કહ્યું કે,
આ દરમિયાન મુખ્યમંત્રીએ અમારા કાકાની ખૂબ ચિંતા કરી.અત્યાર સુધી તો તેઓ મારા કાકા હતા પરંતુ હવે તો મુખ્યમંત્રી પણ તેમને કાકા બોલાવી રહ્યા છે.નેતા પ્રતિપક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલ સિંહ યાદવ હાલની વિધાનસભા ચૂંટણીમાં જશવંત નગર સીટથી સપાના ચિહ્ન પર ચૂંટણી જીત્યા છે.જોકે,ચૂંટણી બાદ અખિલેશ અને શિવપાલ વચ્ચે અણબનાવની ખબરોને ખૂબ વેગ મળ્યો છે.રાજ્યપાલના અભિભાષણ પણ ચર્ચા દરમિયાન ગઈ કાલે શિવપાલ સિંહ યાદવે યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી.
યોગીએ પોતાના ભાષણ દરમિયાન અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે,તમે કેટલું પણ બોલી લેવ સમાજવાદી પરંતુ સમાજવાદને તમે એક મૃગજળ બનાવી દીધું છે.અને મને લાગે છે કે,જ્યારે સમાજવાદની વાત થતી તો ડોક્ટર લોહિયાની ચર્ચા થતી હતી,જયપ્રકાશ નારાયણની ચર્ચા થતી હતી.મુખ્યમંત્રીએ શિવપાલ સિંહ યાદવની પ્રશંસા કરતા કહ્યું કે,આજકાલ ક્યારેક-ક્યારેક ડોક્ટર લોહિયા પર શિવપાલજીનીલેખની જોઉં છું.તેમનો લેખ જોવા મળે છે.તમારે સાચા અર્થમાં લોહિયાજીને વાંચવા જોઈએ.જ્યારે મુખ્યમંત્રી અને અખિલેશ યાદવ શિવપાલ યાદવ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ સદનમાં હાજર હતા.