મોહમ્મદ સિરાજે IPLમાં બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ…જાણો તેનો ઈકોનોમી રેટ કેટલો?

228

મુંબઈ : તા.28 મે 2022, શનિવાર : IPL ક્વોલિફાયર 2માં જોસ બટલરે(Jos Buttler)સદી રમીને સિદ્ધિ મેળવી તો બીજી તરફ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.
હકીકતમાં સિરાજ IPLના ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા અપાવનાર બોલર બની ગયો છે.તેની સામે બેટ્સમેને આ સિઝનમાં કુલ 31 છગ્ગા ફટકાર્યા છે.જોકે,હસરંગા સામે આ સિઝનમાં કુલ 30 છગ્ગા ફટકાર્યા છે.વર્ષ 2018માં ડ્વેન બ્રાવો સામે કુલ 29,વર્ષ 2015માં ચહલ સામે બેટ્સમેનોએ 28 છગ્ગા ફટકાર્યા હતા.તે જ સમયે,આ સિઝનમાં બેટ્સમેનોએ ચહલ સામે 27 છગ્ગા ફટકાર્યા છે.

Share Now