દિલ્હી : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેના સામાન્ય સમયના ત્રણ દિવસ પહેલા કેરળ પહોંચી ગયું છે.ભારતીય હવામાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.સાથે જ કહેવામાં આવ્યું છે કે,કેરળમાં 29 મેના રોજ ચોમાસાએ દસ્તક આપી છે,જ્યારે સામાન્ય રીતે તે 1 જૂનથી શરૂ થાય છે.હવામાન વિભાગે કહ્યું કે,દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે કેરળ પહોંચી ગયું છે.ચોમાસાએ નિર્ધારિત સમય કરતાં 3 દિવસ પહેલા દસ્તક આપી દીધી છે.અગાઉ ચોમાસાના આગમનની તારીખ 1 જૂન આપવામાં આવતી હતી.આ પહેલા 16 મેના રોજ તે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું હતું.હવામાન વિભાગે હીટવેવને લઈને પણ મોટી રાહત આપી છે.હવામાન વિભાગે કહ્યું કે,આગામી 5 દિવસ સુધી હીટવેવની શક્યતા નથી.બુલેટિન અનુસાર,પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.ઉપરાંત,બિહાર,ઝારખંડ,ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.