બારડોલી : સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમે શનિવારે મોડી રાતે પલસાણાના જોળવાના ખેતરાડી વિસ્તારમાં રિક્ષામાં કાર્ટિંગ થતા 1.76 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કિશોરને તાબામાં લીધો હતો પોલીસે ઘટના સ્થળેથી 2.31 લાખનો મુદામાલ કબ્જે લીધો હતોમળતી માહિતી અનુસાર એલ.સી.બી શાખાના માણસો પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી શાખાના હે.કો રાજેશભાઇ બળદેવભાઇ તથા અ.હે.કો અમરતજી રાઘાજીને સંયુક્ત રાહે બાતમીદાર થકી બાતમી મળેલ કે”મૌજે જોળવા ગામની હદમાં ગૌચર ફળીયાની પાછળ ગૌચરની જમીનમાં ઝાડી ઝાંખરામાં જોળવા ખાતે રહેતો પુષ્પેન્દ્રસિંગ ઉર્ફે ફુલન તથા તેનો મિત્ર અખીલેશ ઉર્ફે પીન્કેશ શુક્લા રહે-કડોદરા પ્રિયંકા ગ્રીનસીટી તા-પલસાણા નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતારી રાખેલ છે અને ઓટો રીક્ષાઓમાં ભરીને સગેવગે કરનાર છે.
તેવી ચોક્કસ બાતમી આધારે સ્થળ ઉપર રેઇડ કરતા પોલીસને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવેલ હતો તેમજ અન્ય આરોપી અંધારાનો લાભ લઈ નાશી ગયા હતા પોલીસે કિશોરને તાબામાં લઇ ઘટના સ્થળેથી વિદેશીદારૂની જુદી જુદી બ્રાન્ડની બાટલી તથા ટીન બીયર 1456 નંગ કિંમત 1,76,800 તેમજ રીક્ષા GJ-19-WV-1440,કિ.રૂ 50,000 /અને મોબાઈલ મળી કુલ્લે કિં.રૂ 2,31,800 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ને તાબા હેઠળ લઈ વોન્ટેડ આરોપી (1)પુષ્પન્દ્રસિંગ ઉર્ફે ફુલન રહે-હાલ-જોળવા(2)અખીલેશ ઉર્ફે પીન્કેશ આત્મનારાયણ શુક્લા રહે-કડોદરા પ્રિયંકા ગ્રીનસીટી તા-પલસાણા જી-સુરત(3)રાહુલ પરમાર રહે-કડોદરા શ્રીનિવાસ રેસીડન્સી તા-પલસાણા જી-સુરત(4)વિક્રમ ઉર્ફે વિરૂ રાજપુત ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી હતી.