IPL 2022 : કયા ખેલાડીને કયો એવોર્ડ મળ્યો? ચેમ્પિયન ગુજરાતને મળ્યા 20 કરોડ

134

દિલ્હી : આઇપીએલ 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર રમત બતાવીને ટાઇટલ કબજે કર્યું.ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ગુજરાતે પ્રથમ આઇપીએલ સિઝનમાં ટાઇટલ જીતી કમાલનું પ્રદર્શન કર્યું હતું.ફાઇનલમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા તેના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાયા,તેણે બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કર્યું હતું.તેણે ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. રાજસ્થાનના જોસ બટલરને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

હાર્દિક પંડ્યાને ટ્રોફી અને 20 કરોડનો ચેક,સંજુ સેમસને રનર-અપ ટ્રોફી અને 12.5 કરોડ રૂપિયાનો ચેક,જોસ બટલરને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર,કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા મેચમાં એવિન લુઈસના કેચને સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ જાહેર કરવામાં આવ્યો,જોસ બટલરે 863 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી,યુઝવેન્દ્ર ચહલે 27 વિકેટ લઈને પર્પલ કેપ જીતી,જોસ બટલરે સમગ્ર સિઝનમાં 83 ચોગ્ગા ફટકાર્યા હતા,તેને સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો,લોકી ફર્ગ્યુસને સિઝનની સૌથી ઝડપી ડિલિવરીનો એવોર્ડ,જોસ બટલરને સિઝનનો પાવરપ્લેયર જાહેર કરવામાં આવ્યો,રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સે ફેયરપ્લે એવોર્ડ શેર કર્યો,જોસ બટલરને ગેમચેન્જર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ,રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિનેશ કાર્તિક’સુપર સ્ટ્રાઈકર’એવોર્ડ જીતવામાં સફળ રહ્યો,તેણે 183.33ના સ્ટ્રાઈક રેટ સાથે ટુર્નામેન્ટ સમાપ્ત કરી,તેને ટાટા પંચ કાર એવોર્ડમાં મ‌ળી,જોસ બટલરે ટુર્નામેન્ટમાં 45 છગ્ગા મારવા બદલ’લેટ્સ ક્રેક ઈટ સિક્સ’એવોર્ડ જીત્યો,ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ:સનરાઇઝર્સ હૈદરાબાદ ઉમરાન મલિક જીત્યો.

Share Now