સુરત : રવિવાર : વરાછા એલ.એચ.રોડના વરૂણ કોમ્પ્લેક્ષમાં એચડીએફસી બેંકના એટીએમમાં ઘુસેલા યુવાને એટીએમની તોડફોડ કરી ચોરી કરવાનો પ્રયાસ કરતા વરાછા પોલીસ દોડતી થઇ ગઇ છે.વરાછાના એલ.એચ.રોડ સ્થિત અર્ચના સ્કૂલ નજીક વરૂણ કોમ્પ્લેક્ષની દુકાન નં.6 માં આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં ગત રાતે ચોર ત્રાટકયો હતો.રાતે 2.24 કલાકે હાથમાં કોઇક સાધન લઇ ઘુસ્યો હતો અને એટીએમની તોડફોડ કરી હતી.જેમાં એટીએમનું અપરલોક,લીપ કેશ એક્ઝીટ,લોઅર લોક,સેફ ડ્રોઅર લોકને તોડી અંદાજે 50 હજાર રૂપિયાનું નુકશાન કર્યુ હતું.એચડીએફસી બેંકના એટીએમમાં ચોરી કરવા ઘુસેલા ચોર અંગેની જાણ બેંકના સર્વર રૂમમાં જાણ થઇ હતી. જેના આધારે બેંકના કર્મચારી ગ્યાનચંદ સુભાષ મિશ્રા(ઉ.વ.41 રહે.કપીલ કોમ્પ્લેક્ષ,એલ.પી.સવાણી સર્કલ,અડાજણ)એ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.