સુરત : સુરત શહેરમાં દક્ષિણ-પશ્રિમ દિશામાંથી ભેજવાળા પવન ફુંકાતા તાપમાન 34 ડિગ્રીની આજુબાજુ નોંધાઇ રહ્યુ છે.પણ ભેજવાળા પવનના કારણે વાતાવરણમાં ભારે ઉકળાટ અને બફારાથી શહેરીજનો તોબા પોકારી ઉઠયા છે.હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ શનિવારે સુરતનું અધિકત્તમ તાપમાન 34.2 ડિગ્રી,લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી,હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા,હવાનું દબાણ 1004.1 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 15 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.આમ ચોમાસાની ઋતુની ગણાઇ રહેલી ઘડીઓ વચ્ચે દરિયાપરના ભેજવાળા પવન ફુંકાતા હોવાથી ગરમી ઓછી લાગી રહી છે.પરંતુ ઉકળાટ અને બફારો વધી રહ્યો છે.