નવી દિલ્હી : તા.30 મે 2022, સોમવાર : અમેરિકાની એક અદાલતે બુધવારે પતિની હત્યાના આરોપમાં 71 વર્ષની લેખિકા નેન્સી ક્રેમ્પટન બ્રોફીની સજાનું એલાન કર્યું હતું.નેન્સી પર જૂન 2018માં પોતાના પતિની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.આ કેસમાં તેમના બ્લોગમાં લખેલી એક પોસ્ટની સૌથી વધુ ચર્ચા થઈ હતી.લેખિકા બ્રોફીએ પોતાના બ્લોગમાં થોડા સમય પહેલા એક ચોંકાવનારી વાત લખી હતી.તેમના આ બ્લોગનું શીર્ષક હતું-‘હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ’એટલે કે પોતાના પતિની હત્યા કઈ રીતે કરવી.આ બ્લોગ પોસ્ટમાં 5 ઉદ્દેશ્યો અને યોગ્ય હથિયારો વિશે જણાવ્યું હતું જેનો ઉપયોગ હત્યા કરવામાં થઈ શકે છે.તેમણે લખ્યું કે,જો તેમના રોમાન્ટિક ઉપન્યાસોના કોઈ કેરેક્ટરે પોતાના પતિની હત્યા કરવાની 5 ઉદ્દેશ્યો શું હશે અને તે કયા હથિયારો હશે જે હત્યા માટે બિલ્કુલ યોગ્ય હશે.
ઓરગેનમાં પોટલેન્ડની જૂરીએ તેમને સેકન્ડ ડિગ્રી મર્ડરની દોષી ઠેરવી છે.તેમણે પોતાના 63 વર્ષીય પતિ ડેનિયર બ્રોફીને હ્રદયમાં બે વખત ગોળી ચલાવી હતી.આરોપ લગાવનાર વકીલ શોન ઓવરસ્ટ્રીટે કહ્યું કે,લેખિકા આ હત્યા પહેલા આર્થિક તંગીનો સામનો કરી રહી હતી.તેમણે એ વાતના પુરાવા રજૂ કર્યા કે,ક્રેમ્પટને કઈ રીતે પોતાના પતિની હત્યાની યોજના બનાવી હતી.મુકદ્દમા દરમિયાન ઓવરસ્ટ્રીટે કહ્યું કે, આ માત્ર પૈસાનો મામલો નહતો.આ તે લાઈફ સ્ટાઈલનો પણ મામલો હતો જે નેન્સી ઈચ્છતી હતી પણ તેમના પતિ તેમને આ લાઈફ સ્ટાઈલ નહોતા આપી શકતા.જોકે,નેન્સી ક્રેમ્પટન બ્રોફીએ કહ્યું કે,તેમણે તેમના પતિની હત્યા નહોતી કરી.તેમણે કહ્યું કે,ઘટનાસ્થળનો સિક્યોરિટી કેમેરા માત્ર એટલું જ બતાવી રહ્યો છે કે,તેઓ લખવા માટે પ્રેરણા શોધી રહી હતી.પરંતુ વકીલ ઓવરસ્ટ્રીટે કહ્યું કે,હત્યામાં ઉપયોગ કરવામાં આવેલી ગન ગાયબ છે.પોલીસનું માનવું છે કે,આ ગન એક ધારાવાહિકમાં તપાસ માટે ખરીદવામાં આવી હતી.તેમણે એ પણ દાવો કર્યો હતો કે,નેન્સીના પતિએ લાખો રૂપિયાનો વીમો કરાવ્યો હતો અને નેન્સી પોતાના પતિની હત્યા કરીને આ રકમ મેળવવા ઈચ્છતી હતી.જોકે,હજુ સુધી નેન્સી પાસે ઔપચારીક રીતે સજા સાથે સબંધિત કોઈ સંદેશો નથી પહોંચ્યો પરંતુ આ મામલે તેમને આજીવન કેદની સજા થઈ શકે છે.મળતી માહિતી પ્રમાણે નેન્સીના વકીલ દ્વારા તેની સામે અપીલ કરવામાં આવશે.