મુંબઇની 269 અનધિકૃત શાળાઓમાં બાળકોનું એડમીશન નહિ લેવા પાલિકાની અપીલ

179

મુંબઇ : મુંબઇમાં પ્રાથમિક શિક્ષણ મુંબઇ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવે છે.જે ખાનગી શાળાઓએ પ્રાથમિક શાળા સંબંધે પાલિકાની તેમજ સરકાર પાસેથી માન્યતા લીધે તે શાળાઓ અત્યારે મુંબઇમાં ૨૬૯ છે.આ શાળામાં વિદ્યાર્થીઓએ એડમીશન નહિં લેવાની અપીલ પાલિકાએ કરી છે.આવી અનધિકૃત શાળા પર પ્રતિબંધ તેમજ નાણાકીય દંડ અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પાલિકાએ આપેલી સત્તાવાર માહિતી અનુસાર પાલિકાના વિસ્તારમાં(મુંબઇ)પ્રાથમિક શાળાઓ માટે સરકારી અથવા સ્થાનિક સત્તાધિકારીની માન્યતા તેમજ મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ ૨૨૦૦૯ની કલમ ૧૮(૧)મુજબ બંધનકર્તા છે.આ અધિનિયમ મુજબ સરકાર અથવા પાલિકાની મંજૂરી લીધી ન હોય એવી શાળાઓ અનધિકૃત જાહેર કરાઇ છે.શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મુંબઇમાં ૨૬૩ શાળાઓને અનધિકૃત જાહેર કરી છે.આ શાળાઓને પરવાનગી મેળવવા અથવા શાળા બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે.સૂચના અનુસાર પીનલ કોડની કોલમ ૧૮(૧)અને(૫)હેઠળ સંબંધિતોને કાનૂની કાર્યવાહીનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતાં શિક્ષણ વિભાગે માહિતી આપી છે.ગયા વર્ષે પાલિકાના વેબસાઇટ પર ૨૮૩ અનધિકૃત શાળાઓની યાદી પ્રકાશિત કરાઇ હતી.તેમાંથી ૦૪ શાળાઓએ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓપન સ્કૂલ દ્વારા માન્યતા પ્રાપ્ત છે.આ ઉપરાંત ગત વર્ષની યાદીમાંથી ૧૧ શાળાઓ બંધ કરવામાં આવી છે.તે મુજબ આ શૈક્ષણિક વર્ષ માટે સુધારેલી યાદીમાં ૧૯ શાળાઓને બાકાત રાખવામાં આવી છે.આ ઉપરાંત આ વર્ષની શૈક્ષણિક વર્ષની યાદીમાં ૦૫ નવી શોધાયેલ શાળાઓનો સમાવેશ કરાયો છે.આમ કુલ મળીને ૨૬૯ અનધિકૃત શાળાઓની યાદી પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાઇ છે.આ અનધિકૃત શાળાઓમાં બાળકોનો પ્રવેશ નહિ લેવા પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે.

Share Now