સુરત : દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૩ કિ.મીની ઝડપે દરિયાઇ પવન ફુંકાતા આજે આખો દિવસ તાપમાન ૩૪ ડિગ્રી ની આજુબાજુ નોંધાયુ હતુ.ગરમીથી રાહત મળી હતી.પરંતુ ઉકળાટ બફારાનું પ્રમાણ વધુ નોંધાયુ હતુ.હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૪.૧ ડિગ્રી,લઘુતમ તાપમાન ૨૮.૦ ડિગ્રી,હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા,હવાનું દબાણ ૧૦૦૩.૭ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૩ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.આ પવન સાથે આજે દિવસ દરમ્યાન મિશ્ર હવામાન નોંધાયુ હતુ.કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ હોવાથી આગામી દિવસોમાં સુરત શહેર સહિત સમ્રગ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ખેડુતો કાગડોળે રાહ જોઇ રહ્યા છે.