નવી દિલ્હી : ઘણા દેશોમાં મન્કીપોક્સના સતત વધી રહેલા કેસને પગલે સરકારે મંગળવારે જિલ્લા સર્વેલન્સ એકમો માટે નવી માર્ગરેખા જારી કરી છે.કેન્દ્રએ મન્કીપોક્સના એક કેસને પણ રોગચાળો ગણવા અને‘ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ’દ્વારા તેની વિસ્તૃત તપાસ શરૂ કરવા જણાવ્યું છે.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે જારી કરાયેલી માર્ગરેખામાં આરોગ્ય મંત્રાલયે સર્વેલન્સ અને નવા કેસની ઝડપી ઓળખ પર ભાર મૂક્યો છે.દેશમાં અત્યાર સુધી મન્કીપોક્સ વાઇરસનો કોઇ કેસ નોંધાયો નથી છતાં ભારતે તૈયાર રહેવું જરૂરી છે.માર્ગરેખામાં મન્કીપોક્સના કેસ અને સંક્રમણના ક્લસ્ટર્સને ઝડપથી ઓળખવા સર્વેલન્સ સ્ટ્રેટેજીનો પ્રસ્તાવ છે.દર્દીને શક્ય એટલી ઝડપથી આઇસોલેટ કરવા,સંક્રમણને ફેલાતું અટકાવવા તેમજ ઉત્તમ સારવાર પૂરી પાડવાના પગલાંનો પણ નિર્દેશમાં ઉલ્લેખ કરાયો છે.માર્ગરેખામાં જણાવ્યા અનુસાર મન્કીપોક્સના કેસનો ક્લિનિકલ નમૂનો ICMR-NIV(પુણે)ને મોકલવો જરૂરી છે.