2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને નો એન્ટ્રી : મમતા બેનરજી

110

નવી િદલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે ૨૦૨૪ની ચૂંટણીમાં ભગવા કેમ્પને પરાજય આપવાની હાકલ કરી છે અને કહ્યું છે કે ભાજપના નફરત અને હિંસાના રાજકારણને દેશભરમાં પ્રવેશ નહિ મળે.કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારને‘ભેળસેળિયા’ગણાવતાં મમતાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ નોટબંધી જેવા નિર્ણયો લઇને દેશના અર્થતંત્રનો ગેરવહીવટ કરી રહી રહ્યો છે.તે વિરોધ પક્ષને ચુપ કરવા માટે કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ કરી રહ્યો છે.નરેન્દ્ર મોદી સરકારની આઠ વર્ષના કાર્યકાળની ટીકા કરતાં મમતાએ કહ્યું હતું કે‘મારે સ્પષ્ટ કરી દેવું પડશે કે ૨૦૨૪ માટેની લોકસભાની ચૂંટણી માટે ભાજપને નો એન્ટ્રી રહેશે.તેને જવું પડશે.ભાજપ હવે સત્તા પર પાછો ફરશે તેવો કોઇ ચાંસ નથી.મમતાએ ઉમેર્યું હતું કે ભારતના લોકોને સુનિશ્ચિત કરવું પડશે કે ૨૦૨૪માં ભાજપના નફરત અને હિંસાના રાજકારણને દેશમાં કોઇ સ્થાન નથી.વિરોધ પક્ષોને તોડવા માટે ભાજપ સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરી રહ્યો છે તેવો આક્ષેપ કરતાં મમતાએ ઉમેર્યું હતું કે સીબીઆઇ અને ઇડીએ પહેલા ભાજપના ભ્રષ્ટ મંત્રીઓની ધરપકડ કરવી જોઇએ.

Share Now