નવી િદલ્હી : ટ્વીટરમાં ભાગ્યે જ ઉપયોગ થતાં અંગ્રેજી શબ્દો મૂકવા માટે જાણીતા કોંગ્રેસી નેતા શશી થરૂરે મંગળવારે ડુમ્સ્ક્રોલિંગ નામનો અંગ્રેજી શબ્દ મૂક્યો હતો અને તેને આ યુગનો શબ્દ ગણાવ્યો હતો. થરૂરે તેનો અર્થ સમજાવતા લખ્યું હતું કે સતત ખરાબ ન્યૂઝ શોધવા અને તેને વાંચવાના કામ માટે અંગ્રેજીમાં આ શબ્દનો ઉપયોગ થાય છે.મેરિયમ વેબસ્ટર શબ્દકોષ જણાવે છે કે આ શબ્દના ઉપયોગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.આ શબ્દની સાથે ડુમ્સસર્ફિંગ શબ્દનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.સતત નકારાત્મક ન્યૂઝ વાંચવાથી રાજકીય હતાશા ઉપરાંત માનસિક તંદુરસ્તીને ખરાબ અસર થઈ શકે છે. થરુરે ડુમ્સ્ક્રોલિંગ અને તેના અર્થનો સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો હતો.થરુરે મૂકેલા અંગ્રેજી શબ્દોથી તેનો અર્થ શોધવા લોકોએ શબ્દકોષનો ઉપયોગ કરવો પડે તેવું પ્રથમવખત બન્યું નથી.આ મહિનાની શરૂઆતમાં ઉચ્ચારમાં મુશ્કેલી પડે તેવો –quomodocunquizeશબ્દ મૂકીને રેલવે મંત્રાલયની ટીકા કરી હતી.આ શબ્દનો અર્થ થાય છે કે કોઇપણ ભોગે કમાણી કરવી.