મુંબઈ : રામ રાખે તેને કોણ ચાખે તેનો અહેસાર ઔરંગાબાદમાં જોવા મળ્યો હતો.રેલવે ટ્રેક પરતી પસાર થતી વખતે એક મહિલાનો પગ ફસાઈ ગયો હતો અને તે પાટા પર જ ઢળી પડી.ત્યારે સો.કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડતી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ હતી.જેની નીચે મહિલા હતી.જોકે મહિલા સુરક્ષિત રહી હતી.મોટરમેને સતર્કતા દાખવી મહિલાને ટ્રને નીચેથી બહાર કાઢી હતી.રેલવે પ્રોટેક્શન ફોર્સ(આરપીએફ)દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ ઔરંગાબાદના ઉત્તરનગરની નિવાસી આ ૪૫ વર્ષની મહિલાની માનસિક સ્થિતિ ઠીક નહોતી.તેણી કેટલાંક વર્ષોથી સતત દવા અને ઇન્જેક્શન લઈ રહી છે.રવિવારે સવારે એક થેલી લઈને ઘરેથી નીકળેલી આ મહિલા પાટા ઓળંગીને બીજ બાજુ જવાનો પ્રયાસ કરી રહી હતી તે વખતે તેનો પગ ફસાઈ જતા તે પાટા પર પડી હતી.તરત જ જનશતાબ્દી ટ્રેન ત્યાંથી પસાર થઈ જેને જોઈને મહિલા પાટા પર ઊંધી સૂઈ ગઈ હતી.આ દ્રશ્ય ટ્રેન ચાલકે જોઈ લેતા તેણે થોડા અંતરે આગળ ગયા બાદ ટ્રેન ઊભી રાખી હતી.ટ્રેનના પ્રવાસીઓએ તરત મહિલાને ટ્રેન હેઠળથી સુખરૃપ રીતે બહાર કાઢી હતી.આ ઘટનાનો વિડિયો સોમવારે સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો.