એન્જિનિયરિંગ મેગા બ્લોકને કારણે ભરૂચ-સુરત વચ્ચે દોડતી પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

129

સુરત : તા 1 જૂન 2022,બુધવાર : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-સુરત રેલવે વિભાગના કીમ અને સાયન સ્ટેશન વચ્ચે 36 મીટરના સ્ટીલ ગર્ડરના લોકાર્પણને કારણે એન્જિનિયરિંગ અને પેવર બ્લોક લેવામાં આવશે.આ કારણે આજ તા.1લી જૂનના રોજ ટ્રેનોને અસર થશે.રદ કરાયેલી ટ્રેનમાં(09082) ભરૂચ-સુરત પેસેન્જર સ્પેશિયલ ભરૂચ અને સુરત વચ્ચે રદ રહેશે.જ્યારે રેગ્યુલેટેડ ટ્રેનોમાં(22717) રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ 2 કલાક 20 મિનિટ,(12656)નવજીવન એક્સ.,1 કલાક 20 મિનિટ,(09075)મુંબઈ સેન્ટ્રલ-કાઠગોદામ સમર સ્પેશિયલ 45 મિનિટ,(19015)સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મુંબઈ અને સુરત વચ્ચે 10 મિનિટ માટે રેગ્યુલેટ રહેશે.

Share Now