મુંબઈ : તા.01 જૂન 2022, બુધવાર : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર દીપક ચાહર 1 જૂને એટલે કે આજે પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે સાત ફેરા લઈને પોતાના નવા જીવનની શરૂઆત કરશે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઈજાના કારણે ન રમી શકનાર ફાસ્ટ બોલર જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ હવે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આ લગ્નમાં જોડાશે.ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર પોતાના જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે.આગ્રાના વાયુ વિહારનો રહેવાસી ફાસ્ટ બોલર દીપક દિલ્હીના બારહખંભા ખાતે રહેતી જયા ભારદ્વાજ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે.લગ્નની વિધિ 31મી મેના રોજ શરૂ કરવામાં આવી છે.દીપક અને જયાના લગ્નનું સ્થળ આગ્રામાં આવેલી હોટેલ જેપી પેલેસ રાખવામાં આવ્યું છે.દીપક ભારતીય ટીમનો ફાસ્ટ બોલર છે અને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ છે.ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ,ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની,સુરેશ રૈના,વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા,ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી,ચેન્નાઈ ટીમના સાથી ડ્વેન બ્રાવો અને અન્ય ઘણા ક્રિકેટરો હાજરી આપે તેવી અપેક્ષા છે.દીપક 3 જૂને દિલ્હીમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.જેમાં ક્રિકેટર્સ અને સેલિબ્રિટી પણ હાજરી આપશે.