સુરત : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં રેગીગ પ્રકરણમાં તપાસ સોપાયા બાદ સિનિયર તબીબ પર જુનિયર તબીબ પર રેગીગ થયું હોવાનો ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે. તપાસ રિપોર્ટ બાદ સમગ્ર રિપોર્ટની હકીકત પાલિકાએ અમદાવાદ કોલેજને પણ જાણ કરી છે જ્યારે તબીબ ટ્રાન્સફર થઇને ગયો છે.સુરત મ્યુનિ.સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં રંગીંગ થયું છે અને તે સમગ્ર પ્રકરણ દબાવી દેવામા આવ્યું છે તેવી કરિયાદ સ્યાથી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલને મળી હતી.
ત્યારબાદ પરેશ પટેલે એક તપાસ કમિટી રચી હતી તે કમિટિએ ઓથોપેડિક વિભાગમાં રેગિંગની ફરિયાદ હતી તેની તપાસ કરી હતી.આ તપાસ દરમિયાન જેઓએ ફરિયાદ કરી હતી તેવા ડો.ચશ શેઠે સ્મીમેર મેડિકલ કોલેજમાંથી અમદાવાદની ડો.એમ.કે.શાહ મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર લીધી હતી.જોકે,ત્યાર બાદ હાલમાં તપાસ કમિટીનો રિપોર્ટ જાહેર થયો તે અત્યંત ચોંકાવનારો બહાર આવ્યો છે.જે જુનિયર તબીબે રેગીંગની ફરિયાદ કરી હતી તે તબીબ જ સિનિયર તબીબોની હેરાનગતિ કરતાં હોવાનું તપાસ રિપોર્ટ માં જાહેર કરવામાં આવ્યું છે.તપાસ કમિટી ના રિપોર્ટમાં જણાવાયું છે કે,રિયાદ કરનાર તબીબ શિક્ષકો અને સાધી રેસિડન્સ દ્વારા સોંપવામાં આવેલી રોજીંદી કામગીરી નકારવી.અસમર્થના દશાવવી,સાથી કર્મચારીઓ સાથે યોગ્ય વ્યવહાર ન કરવો જેવા મુદ્દા તપાસ રિપોર્ટમાં બહાર આવ્યા છે.જેના કારણે દર્દીઓની સારવાર અને સાર સંભાળ પર સીધી અસર થાય છે.ફરિયાદ કરનાર જુનિયર તબીબનું કૃત્ય પાલિકાના હિતમાં નહી હોય તે ચલાવી લેવામાં આવશે નહીં અને આ પ્રકારની ભુલ બીજી વાર ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે.આ પ્રકારના તપાસ રિપોર્ટ જાહેર થાય તે પહેલાં જ ફરિયાદ કરનાર તબીબે અમદાવાદ મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર લીધી હોય પાલિકાએ તબીબને તપાસ રિપોર્ટ સોંપવા ઉપરાંત જ્યાં ટ્રાન્સફર લીધી છે તે મેડિકલ કોલેજને પણ તપાસ રિપોર્ટ સબમીટ કર્યા છે.જોકે,સમગ્ર પ્રકરણમાં ફરિયાદ જ આરોપી નિકળતાં તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે