રોટલા-રોટલી બને છે તે કચ્છી તાવડી હવે લોકોના ડ્રોઈંગ રૃમની શોભા

110

સુરત : કચ્છની લીપણ આર્ટ અને મિરર આર્ટની કલાને સુરતની એક આર્ટીસ્ટે ફ્યુઝન કરીને માટીની તાવડી પર કલા ઉતારી છે.જેના કારણે રોટલા રોટલી માટે ઉપયોગમાં આવતી માટીની તાવડી હવે લોકોના ડ્રોઈંગ રૃમ ની શોભા બની રહી છે.સુરતની આ નાનકડી કલાકારે કચ્છના આર્ટને ફ્યુઝન કરવા માટે ઈન્ટરનેટનો સહારો લીધો અને તેમાં તેને સફળતા મળી છે.સુરત જહાંગીર પુરા વિસ્તારમાં રહેતા જાનવી પટેલ આવા જ એક કલાકાર છે તેઓએ કચ્છની પરંપરાગત લીપણ આર્ટ તથા મિરર આર્ટને ફ્યુઝન કર્યું છે.ડ્રોઈંગ પ્રત્યે રૃચીને લીધે કંઈક અલગ કરવાનું વિચાર્યું તેમાં ઈન્ટરનેટનો સહારો લીધો હતો. કલાકાર હોવાના કારણે આ આર્ટને પોતાનો વ્યવસાય બનાવવાનું નક્કી કર્યું છે.તેમણે આર્ટ લોકો સુધી જલ્દી પહોંચે તે માટે રોટલા-રોટલી બનાવવા માટેની માટીની તવી નો ઉપયોગ કર્યો છે.

જાનવી પટેલે કહ્યું કે,આ માટે ખાસ પ્રકારની કાણા વિનાની તવી બનાવડાવી છે.તેના પર એક્રેલીક અને ઓઈલ કલરથી વારલી આર્ટ તથા અન્ય પેઈન્ટીંગ કરીને તેને શો પીસ બનાવ્યા છે.આવી જ રીતે મિરર આર્ટ પણ તવી પર ઉતારવામાં આવ્યું છે.આ ઉપરાંત ફોટો ફ્રેમમાં માટીનો બેઝ રાખ્યો છે.અને બેઝ પર કોલસાની પેન્સિલથી (ચારકોલ) પેઇન્ટીંગ કર્યું છે.તેઓ કહે છે,આપણા દેશની માટીની સુગંધ લોકોના ઘર સુધી જાય તે આશય છે.પહેલા લોકોને અજુગતું લાગતું હતું પરંતુ હવે લોકો આવા શો-પીસ લેતા થયા છે.સખી મેળો મહિલા કારીગરો માટે પ્લેટફોર્મ અને પ્રચાર માધ્યમ બન્યું

સુરતના હની પાર્ક રોડ ખાતે ં સખી મેળા સાથે વંદે ગુજરાત પ્રદર્શન યોજાયું છે.સંચાલક નિરવ શાહે જણાવ્યું કે,ચારેક વર્ષ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં મહિલા કારીગર પહેલીવાર આવ્યા ત્યારે તેમને કોઇ ઓળખતું નહોતું.ઘરેથી જ વેચાણ કરતા હતા.સખી મેળાને કારણે ગુજરાતમાં ચાર આઉટલેટ બની ગયા છે અને સખી મેળામાં પહેલીવાર આવનાર મહિલાઓને પણ સારુ પ્લેટફોર્મ મળ્યું છે.અને ગ્રામ્ય વિસ્તારોના સખીમંડળોને શહેરમાંથી મોટા ઓર્ડર પણ મળી રહ્યા છે.

Share Now