મુંબઈ : કોર્ડેલિયા ક્રુઝ શિપ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)એ હાથ ધરેલી તપાસમાં ગેરરીતિના આરોપનું નિમિત્ત બનેલી શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની વાઈરલ થયેલી સેલ્ફી એનસીબીના જ સાક્ષીદાર કિરણ ગોસાવીએ તેના મિત્રોને બતાવવા માટે લીધી હતી.આર્યન સહિતના આરોપીઓની તપાસ અને જપ્તિ દરમ્યાન એનસીબીએ સ્વતંત્ર પંચ સાક્ષીદાર તરીકે ગોસાવીનું નામ આપ્યું હતું. ગોસાવીએ અનેસીબીની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)ને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેને એક મિત્રનો ફોન આવ્યો હતો તેને માત્ર આર્યન ખાનનો અવાજ સાંભળવો હતો.ગોસાવી સાથેની આર્યનની સેલ્ફી ઉપરાંત બે વિડિયો પણ વાઈરલ થયા હતા જેમાં ગોસાવી ફોન પકડી રાખે છે અને આર્યન તેમાં કંઈક બોલે છે.આ વિડિયો પણ તેની અટકાયતના ગણતરીના કલાકોમાં વાઈરલ થયા હતા. એસઆઈટીને આપેલા નિવેદનમાં ગોસાવીએ જણાવ્યું હતું કે હું આના વિશે કંઈ કહેવા માગતો નથી કારણ કે આ વિડિયોને લીધે બધી જગ્યાએ હું છતો થઈ ગયો છું.મારા મિત્રનો એક સામાન્ય ફોન આવ્યો હતો જે આર્યન ખાનનો અવાજ સાંભળવા માગતો હતો.
એસઆઈટીએ ગયા મહિને યેરવડા જેલમાં ગોસાવીનું નિવેદન નોંધ્યું હતું.રાજ્યની પોલીસે નોંધેલા કેસ સંબંધે તેને જેલમા ંરખાયો છે.ગોસાવીને ૩૬ સવાલ પૂછાયા હતા જેમાં આર્યન સાથેની સેલ્ફીનો પણ જવાબ મગાયો હતો.હું એટલું કહેવા માગું છું કે આર્યન પાસેથી કોઈ ડ્રગ મળ્યું નહોતું.પણ તેના ફોનમાં ડ્રગ સંબંધી ચેટિંગ મળઅયું હતું.મે વિચાર્યું કે સેલિબ્રિટી છે અને તેની પાસેથી ડ્રગ પણ મળ્યું નથી અને તેને ભીડ જમા થાય નહીં એટલા માટે અલગ બેસાડવામાં આવ્યો હતો.આથી મેં મારા મિત્રોને બતાવવા તેની સાથે એક સેલ્ફી લીધી હતી,એમ ગોસાવીએ જણાવ્યું હતું.ગોસાવીની સેલ્ફી વાઈરલ થતાં તેની ઓળખ વિશે સવાલ થવા લાગ્યા હતા.એનસીપીના પ્રધાન નવાબ મલિકે પ્રથમ સવાલ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે ગોસાવી ગુનાહિત રેકોર્ડ ધરાવે છે અને તેને અટકાયતમાં લીધેલા લોકો સુધી પહોંચવા કેવી રીતે દેવાયો?ભાજપના પદાધિકારી મનિષ ભાનુશાળી પણ એનસીબીની રેડનો હિસ્સો હોવાનું પણ મલિકે જણાવ્યું હતું.
ગોસાવીએ આ અંગે જણાવ્યું હતું કે પોતે એક કોમન ફ્રેન્ડ મારફત ભાનુશાળીને ઓળખતો હતો.રેડના બે દિવસ પૂર્વે અમદાવાદના મુંદ્રા પોર્ટ પર તેેને મળ્યો હતો.ત્યાંથી વહેલી સવાર ેતેઓ સાથે મુંબઈ આવ્યા હતા.અહીં પહોંચતાં જ ડ્રગ વિશે તેને માહિતી મળી અને એનસીબી અધિકારીઓ પાસે ગયો હતો.અધિકારીઓએ તેમને ક્રુઝ ટર્મિનલ પર સાથે આવવા જણાવ્યું હતું.ગોસાવીઅ ેતેના બોડીગાર્ડ પ્રભાકર સઈલે કરલા ખંડણીના આરોપ નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે સઈલ કોઈ રાજકારણીના પ્રભાવ હેઠળ હોવાની મને શંકા હતા.કોઈ જાતના આર્થિક લાભ મળ્યા હોવાનો ગોસાવીએ ઈનકાર કર્યો હતો અને આરોપી કે એનસીબી અધિકારીને પણ રેડ પૂર્વે જાણતો નહોવાનું જણાવ્યું હતું.