હરિપ્રસાદ ચૌરસિયાને લતા મંગેશકર પુરસ્કાર જાહેર

109

મુંબઈ : સંગીત ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન બદલ જગવિખ્યાત વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયાને મહારાષ્ટ્ર સરકાર તરફથી આ વખતનો લતા મંગેશકર એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.હરિપ્રસાદ ચૌર સિયાનાસાથી અને કાશ્મીરના સંતુર વાદ્યને દુનિયાભરમાં મશહૂર કરી ચૂકેલા સ્વર્ગસ્થ શિવકુમાર શર્માને પંડિત ભીમસેન જોશી શાસ્ત્રીય સંગીત જીવન ગૌરવ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.રાજ્યના સાંસ્કૃતિક વિભાગના પ્રધાન અમિત દેશમુખે આ બે મુખ્ય પુરસ્કારની સાથે નાટક,ફિલ્મ,લોકસંગીત અને લોકનૃત્યને લગતા પુરસ્કારની ગઈ કાલે જાહેરાત કરી હતી.

Share Now