અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે.અને તે બીજા તબક્કામાં પહોંચી ગયું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહની પ્રથમ ઇંટ રાખી હતી.આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ૫૦૦ વર્ષથી જેની રાહ જોઇ રહ્યા હતા તે સમય આવી ગયો છે.આ સમય ઘુસણખોરોની સામે વિજયનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ ૨૦૨૦માં રામ મંદિરનો શિલાન્યાસ નાખ્યો હતો.જ્યારે બુધવારે મંદિરનું શિલા પુજન કરવામાં આવ્યું હતું.જે સાથે જ રામ મંદિર નિર્માણના બીજા તબક્કાની શરૂઆત થઇ ગઇ હતી.એવા અહેવાલો છે કે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી પૂર્વે રામ મંદિર નિર્માણનું કામ પૂર્ણ કરી લેવામાં આવી શકે છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રોચ્ચાર વચ્ચે અને રામ મંદિર ટ્રસ્ટીઓની હાજરીમાં ગર્ભગૃહનો શિલાન્યાસ નાખ્યો હતો.આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે ભારત માટે આ અત્યંત મહાન ક્ષણ છે.ભારતે ઘુસણખોરોની સામે જીત મેળવી લીધી છે.રામ મંદિર લોકોની શ્રદ્ધાનું પ્રતિક બનશે.આ શ્રદ્ધા પર ઘુસણખોરોએ હુમલો કર્યો હતો.અને અંતમાં ભારતનો આ ઘુસણખોરોની સામે વિજય થયો છે.ફરી એક વખત સત્યની જીત થઇ છે.આ વિજય ધર્મ,સત્ય અને ન્યાયના રસ્તે પ્રાપ્ત કરવામાં આવ્યો છે.