દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે.કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ માહિતી આપી છે.રણદીપ સુરજેવાલાએ કહ્યું કે,અગાઉ સોનિયા ગાંધી જેમને મળ્યા હતા તેમાંથી ઘણા નેતાઓ અને કાર્યકરો પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે.સુરજેવાલાના જણાવ્યા અનુસાર,સોનિયા ગાંધીને ગઈકાલે બુધવારે સાંજે હળવો તાવ આવ્યો હતો,જે બાદ તેઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
સુરજેવાલાએ કહ્યું કે,સોનિયા ગાંધીએ હાલ માટે પોતાને આઇસોલેટ કરી લીધા છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે.સુરજેવાલાએ આશા વ્યક્ત કરી હતી કે સોનિયા ગાંધી 8 જૂન પહેલા ઠીક થઈ જશે.ઉલ્લેખનીય છે કે,8 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે.આ તપાસ નેશનલ હેરાલ્ડ સંબંધિત કેસમાં થવાની છે.સુરજેવાલાએ કહ્યું કે સોનિયા ગાંધી બે-ત્રણ દિવસમાં સ્વસ્થ થવાની આશા છે.ઉલ્લેખનીય છે કે,મે મહિનામાં તેમણે રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી હતી.