નવી િદલ્હી : પંજાબમાં વીવીઆઈપી સુરક્ષા પાછી ખેંચવાને લઈને પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે છેલ્લી સુનાવણીમાં રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.જેમાં ગુરુવારે AAP સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સરકાર 7 જૂનથી તમામ 424 લોકોની સુરક્ષા પુનઃબહાલ કરશે.ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના પાંચ દિવસ બાદ પંજાબ સરકારે આજે જણાવ્યું હતું કે 7 જૂનથી 424 વીવીઆઈપી માટે સુરક્ષા કવચ પુનઃસ્થાપિત કરાશે. પૂર્વ મંત્રી ઓપી સોનીની અરજીની સુનાવણી દરમિયાન સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું.પંજાબમાં,તાજેતરની સુરક્ષા સમીક્ષા પછી 424 લોકોની સુરક્ષામાં ઘટાડો કરાયો હતો અથવા પાછી ખેંચી લેવામાં આવી હતી.ગાયક સિદ્ધુ મુસેવાલા પણ તેમાંથી એક હતા,જેમની સુરક્ષા પરત ખેંચ્યાના બીજા જ દિવસે હત્યા કરવામાં આવી હતી.આ ઘટના બાદ ભગવંત માન સરકારની ચારેબાજુથી ભારે ટીકા થઈ હતી.ગેંગસ્ટર લોરેન્સના ભાણેજ સચિન બિશ્નોઈએ દાવો કર્યો છે કે મેં આ હત્યા કરી છે.તેણે કહ્યું,‘મેં જાતે જ સિદ્ધુ મૂસેવાલાને ગોળી મારી હતી.’પોતાને સચિન બિશ્નોઈ કહેનારા એક શખસે વર્ચ્યુઅલ આઈડી દ્વારા એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો.તેણે કહ્યું કે અમે મોહાલીમાં વિકી મિડ્ડૂખેડાની હત્યાનો બદલો લીધો છે.