સુરત : પાટીદાર અનામત આંદોલનના નેતા ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને હવે ભાજપના સૈનિક તરીકે ભાજપમાં જોડાયા બાદ સુરત ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,ભાજપના નેતાઓ સોશિયલ મિડિયામાં રોષ ઠાલવી રહ્યાં છે તો કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની મજાક કરી કટાક્ષ કરી રહ્યા ંછે.
કોંગ્રેસના એક નેતાએ સોશિયલ મિડિયામાં લખ્યું છે કે,’હાદક પટેલ’ થી ઓળખાતો પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાની હરોળમાં બેસતો યુવાન હવે,આજથી ભાજપ પ્રવેશ બાદ પક્ષના કાર્યકરોમાં ‘હાદક ખિસકોલી’ થી ઓળખાય તો નવાઈ નહિ.તો ભાજપના મહિલા કોર્પોરેટરે હાદક વિરુદ્ધ પોસ્ટ કરી છે તેની સામે કેટલાક કોમેન્ટ કરી છે કે,ડફોળ નહી સાહેબ કહો, ટિકિટ મળશે એટલે તમારે પ્રચાર કરવો પડશે,પાર્ટીની મર્યાદામાં રહો નહીંતર તમારે બીજી પાર્ટી શોધવી પડશે બહેન.તો કેટલાક કાર્યકરો કોમેન્ટ કરે છે બરનોલ પ્લીઝ.તો કોઈ કહે કચ્છની મીઠી ખારેક હો.