બારડોલીની યુવતીઓએ મધ્યપ્રદેશમાં આયોજિત ઇન્દોર ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાતી કલાના રંગ પાથર્યા

127

બારડોલી : માળવા સંસ્કૃતિ મંચના અધ્યક્ષ અને ઈન્દોરના સંસદ સભ્ય શંકર લાલવાની દ્વારા’ઈન્દોર ગૌરવ દિવસ’ અહલ્યા નગર,ઈન્દોર ખાતે 10 દિવસીય લોક-કલા સંસ્કૃતિ મેળા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં ગુજરાતને લોક-કલા ગરબા લોકનૃત્યની કલા પ્રસ્તુતિ માટે બારડોલીની ત્વિષા વ્યાસ અને તેમની ટીમની પસંદગી કરવામાં આવી હતી.તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બારડોલીનું ગૌરવ વધાર્યું છે.

ગુજરાતની યુવા પ્રતિભા ત્વિષા વ્યાસને પશ્ચિમ વાદ્ય વાયોલિન દ્વારા રાષ્ટ્રભક્તિ,દેશસેવાને ગીત સંગીતની વિશિષ્ટ કલાને કુશળતા માટે રાજ્યનું કલા પ્રતિનિધિત્વ કરવા ખાસ પસંદગી કરવામાં આવી હતી. કલાગુરુ ત્વિષા વ્યાસે વલ્લભભાઈ પટેલને જે ઐતિહાસિક આઝાદી આંદોલનને સફળ નેતૃત્વથી સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું.તે બારડોલીના વીરભૂમિની બહાદુર યુવતીઓને લોકનૃત્ય શાંસ્ત્રીય નૃત્ય સંગીતને તાલીમ આપી,રાષ્ટ્રીય કક્ષાનું મંચ પર કલા પ્રસ્તુત કરવાની તક આપી કલા સેવાનું ઉત્તમ સાહસી કાર્ય કરેલ છે.મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેમના પત્ની એ આ સમાપન સમારંભમાં ઉપસ્થિત રહી સતત ચાર મુદતના લોકપ્રિય મુખ્યમંત્રી આ લોકવાદ્ય નગારા વગાડી કલા પ્રત્યે રૂચી અને નિપુણતા દર્શાવી ગુજરાતની યુવા પ્રતિભાને અભિનંદન આપીને પ્રસંશા કરી હતી.વીરાંગના સતી અહલ્યાબાઈની નગરીમાં પાડોશી રાજ્યના કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિના જતન સંરક્ષણ સંવર્ધન માટે આપેલ સાથ સહકાર યોગદાનની પ્રસંશા ખુશીથી વ્યક્ત કરી હતી.ગુજરાતને પ્રેમ સાથ સહકાર કલા સંસ્કારની મહેકને ગુજરાતી કલાકારો આ સુપેરે રાષ્ટ્રીય કક્ષાએ પ્રસરાવી હતી.પ્રશાંત જોશી આઈ.એ.એસ.કમિશનર યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃતિઓની કલાવૃંદ, પસંદગી અને વહીવટી કુશળતાને યથાર્થ ઠરાવી છે.અને ગુજરાતની અસ્મિતાને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને સફળ બનાવી હતી.અવની,બીનલ,મમતા,નતાંશી,દિયા,ખુશી,જાન્સી,સ્વાતિ,વૈઘ્હી,ભક્તિ,મિત્તલ,નિરાલી,મનશ્રીએ આ મહોત્સવમાં ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Share Now