એક મહાનગરપાલિકા, બે પાલિકાના 25.79 કરોડના પાણી પુરવઠાના કામ મંજૂર કરાયા

148

ગાંધીનગર : રાજ્ય સરકારે ભાવનગર મહાનગરપાલિકા તથા અમરેલી અને માળિયા-મિયાણા નગરપાલિકાઓ માટે કુલ રપ.૭૯ કરોડ રૂપિયાના પાણી પુરવઠાના વિવિધ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભાવનગર મહાનગરપાલિકાની રૂ.૧૪.પ૧ કરોડની જે દરખાસ્ત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને રજૂ કરી હતી,જેને તેમણે અનુમતિ આપી છે.

આ દરખાસ્ત મંજૂર થવાથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠા યોજનાની વિતરણ વ્યવસ્થા માટે તમામ ડી.આઇ પાઇપ લાઇન સાથે કામગીરી કરાશે.આના પરિણામે ભાવનગર મહાપાલિકામાં ર૦ર૦થી નવા સમાવાયેલા અધેવાડા ગામ વિસ્તારની રપ હજાર જેટલી જનસંખ્યાને પાણી વિતરણનો લાભ મળશે.આ ઉપરાંત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજુ થયેલી અમરેલી નગરપાલિકાની પાણી પુરવઠા યોજનાના કામો માટેની ૭.ર૬ કરોડ રૂપિયાની દરખાસ્ત અને માળિયા-મિયાણા નગરપાલિકાની ૪.૦ર કરોડ રૂપિયાની દરખાસ્ત પણ મંજૂર કરી છે.આ બંને નગરપાલિકા વિસ્તારની આગામી ર૦પરના વર્ષની અંદાજિત વસતિને ધ્યાનમાં લઇને આ પાણી પુરવઠા યોજનાના કામોની મંજૂરી આપવામાં આવી છે.માળિયા-મિયાણા નગરપાલિકાને હાલ નર્મદા પાઇપ લાઇનથી ર.ર૩ એમ.એલ.ડી અને અમરેલીને ર૬ એમ.એલ.ડી પાણી પુરવઠાનું વિતરણ કરવામાં આવે છે.મુખ્યમંત્રીએ આ બે નગરપાલિકાઓ માટે મંજૂર કરેલી સૂચિત યોજનાના મુખ્ય ઘટકોમાં વિતરણ વ્યવસ્થા,કમ્પાઉન્ડ વોલ,ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક પી.વી.સી,ઊંચી ટાંકી,સંપ,પમ્પ હાઉસ,રાઇઝીંગ મેઇન,વીજ જોડાણ વગેરે બાબતોના કામોનો સમાવેશ થાય છે.

Share Now