ભારત વિશ્વનું ‘ભરોસાપાત્ર ભાગીદાર’ બની શકે : મોદી

120

લખનઉ : ૨૧મી સદીમાં ભારતના વિકાસને ઉત્તર પ્રદેશ વેગ આપશે એવો વિશ્વાસ વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો છે.તેમણે જણાવ્યું હતું કે,વિશ્વ અત્યારે જે‘ભરોસાપાત્ર ભાગીદાર’ની શોધમાં છે,ભારત એ જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે.વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના ત્રીજા ઇન્વેસ્ટર્સ સમિટમાં બોલતા જણાવ્યું હતું કે,વિશ્વની વર્તમાન સ્થિતિ ભારતને મોટી તક પૂરી પાડે છે.આ પ્રસંગે તેમણે રૂ.૮૦,૦૦૦ કરોડના ૧,૪૦૬ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા.મોદીએ જણાવ્યું હતું કે,“૨૧મી સદીમાં ભારતની વિકાસ યાત્રાને ઉત્તર પ્રદેશ વેગ આપશે.”

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યોજાયેલા આ મેગા સમિટમાં ગૌતમ અદાણી,કુમાર મંગલમ બિરલા અને અન્ય અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સમિટમાં ઉપસ્થિત હતા.ઉત્તર પ્રદેશમાં લોન્ચ કરાયેલા પ્રોજેક્ટ્સ કૃષિ,આઇટી-ઇલેક્ટ્રોનિક્સ,એમએસએમઇ,મેન્યુફેક્ચરિંગ,અક્ષય ઊર્જા,ફાર્મા,પર્યટન,સંરક્ષણ,એરોસ્પેસ,હેન્ડલૂમ અને ટેક્સ્ટાઇલ જેવા વિવિધ ક્ષેત્રોમાં હતા.

Share Now