71 ટકા ભારતીયોને સ્વાસ્થ્યપ્રદ ભોજન પોસાતું નથી : અહેવાલ

104

નવી િદલ્હી : અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં નિષ્ણાતો આરોગ્યપ્રદ ભોજન ખાવાની સલાહ આપે છે પણ ભારતમાં ૭૧ ટકા લોકો આવા ભોજન માટે ખર્ચ કરી શકે તેમ નથી એવું તારણ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ(સીએસઇ)અને ડાઉન ટુ અર્થ મેગેઝિનના અહેવાલમાં જારી કરાયું છે.‘સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયર્મેન્ટ ૨૦૨૨’ નામના અહેવાલમાં ભોજનને લગતા રોગોમાં શ્વસનતંત્રને લગતી બીમારી, ડાયાબિટિસ,કેન્સર,સ્ટ્રોક અને હૃદયરોગનો સમાવેશ કરાયો છે.ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ,૨૦૨૧ને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે,“૭૧ ટકા ભારતીયોને આરોગ્યપ્રદ ભોજન પોસાય તેમ નથી.વૈશ્વિક સ્તરે આ પ્રમાણ ૪૨ ટકા છે.”સરેરાશ ભારતીયના ભોજનમાં ફળો,શાકભાજી,કઠોળ,સૂકો મેવો સહિતના ખોરાકનો સમાવેશ થતો નથી.જ્યારે માછલી,ડેરી પ્રોડક્ટ્સ અને રેડ મીટનો લોકો આહારમાં ઉપયોગ કરી શકે છે.

ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર આરોગ્યપ્રદ ખોરાકનો ખર્ચ વ્યક્તિની આવકના ૬૩ ટકાથી વધે ત્યારે તેને પહોંચની બહાર ગણવામાં આવે છે.ભારતમાં ૨૦ અને વધુ વયના લોકો રોજ માત્ર ૩૫.૮ ગ્રામ ફળ ખાય છે.જ્યારે રોજ ૨૦૦ ગ્રામ ફળ ખાવાની ભલામણ કરાય છે.એવી રીતે દૈનિક ૩૦૦ ગ્રામની ન્યૂનતમ ભલામણ સામે ભારતમાં વ્યક્તિ માત્ર ૧૬૮.૭ ગ્રામ શાકભાજીનો જ આહારમાં ઉપયોગ કરે છે.અહેવાલમાં જણાવ્યા અનુસાર “થોડી પ્રગતિ છતાં હજુ પણ ભારતીયોનો ખોરાક આરોગ્યપ્રદ થયો નથી.”અહેવાલમાં ખાદ્ય ચીજોના ભાવનું પણ વિશ્લેષણ રજૂ કરાયું છે.તેમાં જણાવ્યા અનુસાર કન્ઝ્યુ.ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) ફુગાવો ગયા વર્ષે ૩૨૭ ટકા ઊછળ્યો છે.જ્યારે કન્ઝ્યુ.પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)માં ૮૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.જેમાં CFPIનો સમાવેશ થાય છે.

Share Now