ભાજપની ચૂંટણી બોન્ડની આવકમાં 80 ટકાનો ઘટાડો

108

નવી િદલ્હી : ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા મળતું યોગદાન ગયા નાણાકીય વર્ષમાં ઘટ્યું છે.વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૨૦૨૦-૨૧માં ભાજપની ચૂંટણી બોન્ડ દ્વારા થતી આવક લગભગ ૮૦ ટકા ઘટીને રૂ.૭૫૨ કરોડ થઈ છે,જે અગાઉના વર્ષે રૂ.૨,૫૫૫ કરોડ હતી.ભાજપે ૨૧ મેના રોજ ચૂંટણી પંચને સુપરત કરેલા ઓડિટ રિપોર્ટમાં કુલ ખર્ચ રૂ.૬૨૦.૩૯ કરોડ અને આવક રૂ.૭૫૨.૩૩ કરોડ દર્શાવી છે. અગાઉના નાણાકીય વર્ષમાં પક્ષની આવક રૂ.૩,૬૨૩.૨૮ કરોડ અને ખર્ચ રૂ.૧,૬૫૧ કરોડ રહ્યા છે.૩૧ માર્ચ,૨૦૨૧ના રોજ ચૂંટણી બોન્ડ્સ દ્વારા ચૂંટણી બોન્ડ્સનું યોગદાન રૂ.૨૨.૩૮ કરોડ રહ્યું હતું.૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પક્ષની આવકમાં ચૂંટણી બોન્ડ્સનું યોગદાન રૂ.૨,૫૫૫ કરોડ હતું.‘ઇલેક્શન/જનરલ પ્રોપેગેન્ડા’ કેટેગરી હેઠળ પક્ષે રૂ.૪૨૧ કરોડનો ખર્ચ દર્શાવ્યો છે.ગયા નાણાકીય વર્ષમાં પક્ષનો ખર્ચ રૂ.૧,૩૫૨ કરોડ રહ્યો હતો.પક્ષે ખર્ચની કેટેગરી હેઠળ એડવર્ટાઇઝિંગ તેમજ હેલિકોપ્ટર્સ અને એરક્રાફ્ટના ભાડાની ચુકવણીની રકમ દર્શાવી હતી.ઉપરાંત,તેમાં હોર્ડિંગ્સ,કટઆઉટ,ઉમેદવારોને નાણાકીય સહાય અને અન્યને મદદ સહિતના ખર્ચનો સમાવેશ થતો હતો.

Share Now