નવી િદલ્હી : હૈદરાબાદમાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો કેસ નોંધાયો છે.સગીર વયના 5 યુવકોએ મર્સિડિઝ કારમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આરોપીઓમાં સ્થાનિક ધારાસભ્યનો પુત્ર અને લઘુમતિ બોર્ડના અધ્યક્ષનો પુત્ર પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે.પોલીસના જણાવ્યાં અનુસાર તમામ આરોપીઓ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ છે.યુવતીના પિતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર તેમની પુત્રી 28 મેના રોજ એક પબમાં આયોજિત હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોતાના મિત્રો સાથે ગઈ હતી.પબમાં તેને મળેલા આરોપીઓએ તેને ઘરે મુકી જવાની ઓફર કરી હતી જેથી તે તેમની સાથે કારમાં બેસી ગઈ હતી.જોકે કારમાં અગાઉથી જ 3-4 યુવકો બેઠાં હતાં.પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી પર એકાંતવાળી જગ્યાએ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું અને તેને બેરહમીપૂર્વક માર પણ માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પીડિત યુવતી હાલ અત્યંત આઘાતમાં હોવાથી તે સમગ્ર ઘટનાક્રમ યોગ્ય રીતે રજૂ કરી શકી નથી.આમ છતાં,દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા આરોપીઓ પૈકીના એકને ઓળખે છે અને તેનું નામ પણ જાણે છે.યુવતીના નિવેદન બાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.પોલીસે પાર્ટીમાં આવેલા તમામ લોકોની તપાસ માટે સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરી છે.