IND Vs SA : દક્ષિણ આફ્રિકા સામે કેએલ રાહુલની હશે અગ્નિપરીક્ષા

120

દિલ્હી : આગામી 9 જૂનથી ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી20 સિરીઝ રમવા જઈ રહી છે.સીરિઝ માટે જ્યાં રોહિત શર્મા,વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આ ટી-20 સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે,ત્યાં કેએલ રાહુલને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે.ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતી વખતે કેએલ રાહુલનો રેકોર્ડ ખાસ રહ્યો નથી.રાહુલ આ પહેલા દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે.જ્યાં ટીમે ત્રણ વનડે અને એક ટેસ્ટ મેચ રમી હતી.આ દરમિયાન ભારતીય ટીમને તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.આવી સ્થિતિમાં ભારતના કેપ્ટન તરીકે રાહુલનો રેકોર્ડ 0-4નો છે.

જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં રાહુલની કપ્તાની હેઠળ લખનૌ સુપરજાયન્ટ્સની ટીમે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો.રાહુલ આ પહેલા પંજાબ કિંગ્સનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે,પરંતુ તેમ છતાં આ લીગમાં કેપ્ટન તરીકેના આંકડા રાહુલના પક્ષમાં નથી.રાહુલની કપ્તાનીમાં ટીમ 50 ટકા મેચ હારી ગઈ છે.જો સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં રાહુલનું પ્રદર્શન અપેક્ષાઓ પ્રમાણે નહીં હોય તો આવનારા સમયમાં તેને ફરીથી ટીમનું નેતૃત્વ કરવાની તક ભાગ્યે જ મળશે.કારણ કે ઋષભ પંત,હાર્દિક પંડ્યા,જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ લાઈનમાં છે.

Share Now