બેંગકોક : ચીન તેનું સૌથી નવું અને સૌથી અત્યાધુનિક એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવા માટે તૈયાર છે.અહેવાલો મુજબ ચીનના આ પગલાંથી ચીની નૌકાદળને સમુદ્રમાં તેના સૈન્ય અભિયાનોનો ફેલાવો કરવામાં સરળતા થશે અને દક્ષિણ ચીન સમુદ્ર તથા પ્રશાંત સમુદ્રમાં તેનું પ્રભુત્વ વધશે.વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ સેટેલાઈટ તસવીરો પરથી શુક્રવારે ખુલાસો થયો છે કે શાંઘાઈની ઊત્તર-પૂર્વે જિયાંગનાન શિપયાર્ડમાં અનેક વર્ષો સુધીના કામ પછી ચીનનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર ટૂંક સમયમાં નૌકાદળને સોંપવામાં આવે તેવી શક્યતા છે.તે ટાઈમ ૦૦૩ના રૂપમાં ઓળખાય છે.પ્લેનેટ લેબ પીબીસી દ્વારા ૩૧મી મેના રોજ લેવાયેલી સેટેલાઈટ તસવીરો પરથી જણાય છે કે આ અત્યાધુનિક એરક્રાફ્ટનું કામ પૂરું થવાની તૈયારીમાં છે.
અહેવાલો મુજબ ટાઈપ ૦૦૩ ચીનનું સૌથી મોટું અને સૌથી એડવાન્સ એરક્રાફ્ટ કેરિયર છે અને તે અમેરિકન તથા ફ્રાન્સના કેરિયરની જેમ વિમાન લોન્ચ કરવા માટે નવી ઈલેક્ટ્રો મેગ્નેટ ગુલેલ ટેકનિકનો ઉપયોગ કરે છે.હડસન ઈન્સ્ટિટયૂટના સિનિયર ફેલો બ્રાયન ક્લાર્કે કહ્યું કે આ એરક્રાફ્ટ ચીન દ્વારા નિર્મિત પહેલું સ્વદેશી એરક્રાફ્ટ છે.બેઈજિંગનું પહેલું એરક્રાફ્ટ કેરિયર એક ભૂતપૂર્વ સોવિયેત એરક્રાફ્ટ હતું,જેનું વર્ષો પહેલા રિનોવેશન કરાયું હતું.
ચીન પાવર પ્રોજેક્ટના સિનિયર ફેલો મેથ્યુ ફુનાઓલેએ આ એરક્રાફ્ટ અંગે કહ્યું છે કે લોન્ચ થયા પછી ટાઈપ ૦૦૩ ચીની સમુદ્રી હિતોને સુરક્ષિત કરવાની તેની ક્ષમતાનો વિસ્તાર કરશે અને સાથે જ ચીની નૌકાદળને ચીનની મુખ્ય ભૂમિથી આગળ વીજળી પ્રોજેક્ટ કરવામાં સક્ષમ કરશે.ફુનાઓલેએ વધુમાં કહ્યું કે ચીની નૌકાદળ યાંગ્ત્ઝી નદીમાં એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવાની તૈયારીમાં છે.ચીનની તૈયારી દર્શાવે છે કે તે તેના નૌકાદળનો પ્રસાર કરવામાં કાર્યરત છે.બધા જ સંકેત એ તરફ ઈશારો કરે છે કે ચીન ચોથા,પાંચમા અને કદાચ છઠ્ઠા એરક્રાફ્ટ કેરિયરની તૈયારીમાં છે.હાલમાં અમેરિકા ૧૧ એરક્રાફ્ટ કેરિયર સાથે દુનિયામાં ટોચ પર છે.