સુરત : મોટા વરાછાના સુરજ ફાર્મમાં માતા-પિતા સાથે રહેતી પત્નીને મળવા જનાર પુણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે પુત્રીનું કઇ સ્કૂલમાં એડમીશન લેવું છે તેવું પુછતા વેંત ઉશકેરાયેલા સસરાએ મારી દીકરી હોમગાર્ડમાં નોકરીએ લાગી ગઇ છે,તારી હવે કંઇ જરૂર નથી એમ કહી માર મારતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે.સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સુંદર બોકડીયાભાઇ વસાવા(ઉ.વ.38 હાલ રહે.મગદલ્લા પોલીસ લાઇન,ડુમ્મસ રોડ અને મૂળ ગોંદલીયા,તા.ઉમરપાડા,જિ.સુરત)અને પત્ની કૈલાશ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાશ ચાલી રહ્યો હોવાથી કૈલાશ મોટા વરાછાના સુરજ ફાર્મમાં રહેતા તેના માતા-પિતાને ત્યાં રહેવા ચાલી ગઇ હતી.
કૈલાશ ત્રણ પુત્રી ઇશીતા(ઉ.વ.12)રૂહી(ઉ.વ.7)અને પ્રિશા(ઉ.વ.3)ને પણ સાથે લઇ ગઇ હોવાથી ગત રોજ કૈલાશ ગત રોજ પત્ની અને પુત્રીઓને મળવા ગયો હતો.જયાં સુંદરે પત્ની કૈલાશને પુછ્યું હતું કે આપણી પુત્રી ઇશીતા અને રૂહી મગદલ્લા સ્કૂલમાં અભ્યાસ કરે છે તેનું હવે કઇ સ્કૂલમાં એડમીશન લેવું છે તેવું પુછ્યું હતું.જેનો કૈલાશે કોઇ પ્રત્યુત્તર આપ્યો ન હતો.પરંતુ સુંદરના સસરા કનુભાઇ સોનજીભાઇ વસાવા એકદમ ઉશકેરાય ગયા હતા અને મારી દીકરી કૈલાશ તા.4 મે થી હોમગાર્ડમાં જોડાઇ ગઇ છે,હવે તારી કંઇ જરૂર નથી એમ કહી ગાળો આપી સુંદર પર હુમલો કરી માથામાં ઢીક-મુક્કીનો માર માર્યો હતો.જયારે લાકડાના ફટકા વડે જમણા પગમાં માર મારી હવે અહીં આવશે તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.