સુરત : સુરત જિલ્લાના ઓલપાડની એક સ્કૂલમાં 37 વર્ષ બાદ ભેગા થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના હયાત ગુરૃઓની ગુરૃવંદના કરવા સાથે સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા આજના કૃષિ મંત્રીએ પણ વૃક્ષારોપણ કરીને સ્કૂલના જુના સ્મરણ વાગોળ્યા હતા.
ઓલપાડની મહાદેવ શાી વિદ્યાલયમાં 1984-85માં એસ.એસ.સી.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ સ્કૂલ છોડયા બાદ પહેલીવાર પોતાની જ સ્કૂલમાં મળવાનું આયોજન કર્યું હતુ.અને તેના માટે વિશ્વ પર્યાવરણ દિવસ નક્કી કરવા સાથે પર્યાવરણ દિવસે પોતાની સ્કૂલમાં વૃક્ષારોપણ કરવાનું પણ આયોજન કર્યું હતુ.આ બેચમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે હાલના રાજ્ય સરકારના કૃષિ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલ પણ હોવાથી આ સ્નેહમિલનમાં હાજર રહ્યા હતા.તેઓ પોતાની સ્કૂલ સમયના મિત્રોને મળવા સાથે શિક્ષકોનું સન્માન કરીને જૂની યાદો વાગોળી હતી.મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે આજે ભલે તે મંત્રી છે પરંતુ તેમનું ઘડતર આ સ્કૂલના ગુરૃજીઓએ કર્યું છે.16 વર્ષની ઉમરથી છુટા પડેલા સ્કુલના વિદ્યાર્થીઓ 37 વર્ષ બાદ મળ્યા અને પોતાના તે સમયના શિક્ષકના આશીર્વાદ લઈ તેમનું સન્માન કર્યું હતુ.આમ વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરવા સાથે ગુરૃ વંદના કરીને શિક્ષક દિવસની પણ ઉજવણી કરી હતી.