સિવિલની કેસપેપર બારીનું સર્વર ફરી ડાઉન થતા દર્દીઓ પરેશાન

126

સુરત : નવી સિવિલ હોસ્પિટલની કેસપેપર બારીનું સર્વર ડાઉન થતા કેસપેપર માટે હજારો દર્દી અને દર્દીને સંબંધીઓ કલાકો સુધી લાંબી-લાંબી કતારમાં ઉભા રહેતા હોવાથી હાલાકી વેઠી રહ્યા છે.પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન વિવિધ તકલીફની સારવાર માટે જૂના -નવા મળી અંદાજે ત્રણ હજાર દર્દીઓ આવે છે.છેલ્લા કેટલાક દિવસથી સિવિલ ખાતે મૂકવામાં આવેલા બે સર્વર પૈકી એક સર્વરમાં ટેકનીકલ ખામી સર્જાઈ હોવાથી કેસબારી કેસ પેપર કાઢવામાં વિલંબ થઈ રહ્યો છે.જેને લીધે કેસ કઢાવવા માટે દર્દી અને તેમના સંબંધીઓની લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવુ પડતુ હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સિવિલની આઠ નંબરની મુખ્ય કેસબારી પર સિનિયર સિટીઝન,સ્ટાફ,ગાયનેક અને ઇમરજન્સી વિભાગની બારી પર સામાન્ય રીતે કમ્પ્યૂટર પર ફક્ત 30 સેકન્ડના બદલે એક મિનિટ પછી કેસપેપર નીકળી રહ્યા છે.જોકે કેટલીક વાર દર્દીની તકલીફ ના પડે તે માટે કર્મચારી દ્વારા હાથથી લખીને કેસ પેપર કાઢવામાં આવે છે. સિવિલના અધિકારીએ જણાવ્યું હતું કે નવુ સર્વર લાવવા માટે વિચારણા કરી રહ્યા છે.જોકે દર્દી તકલીફ નહી પડે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Share Now