નવી મુંબઈમાં ફલાયઓવર માટે 391 વૃક્ષોના નિકંદન સામે એનસીપીના પ્રધાનનું આંદોલન

141

મુંબઈ : નવી મુંબઈના વાશીમાં ફલાયઓવર બ્રિજ બાંધવામાટે ૩૯૧ વૃક્ષો કાપવાના પ્રસ્તાવ સામે રાજ્ય સરકારમાં હિસ્સેદાર એનસીપી અન વિપક્ષ ભાજપે આજે પર્યાવરણ-દિન નિમિત્તે જોરદાર વિરોધ કર્યો હતો.પવારની પર્ટીના જ પ્રધાન જીતેેન્દ્ર આવ્હાડ આજે પક્ષના કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન માટે રસ્તા પરઉતર્યા હતા.એટલે હવે આ મામલે શિવસેનાની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.વાશીમાં ૩૬૨ કરોડ રૂપિયાના ખર્ચં બંધાનારા સૂચિત ફલાયઓવર માટે ૩૯૧વૃક્ષો કાપવા પડશે એ મુદ્દે એનસીપી અને ભાજપ તરફથી વિરોેધનું રણશિંગું ફૂંકવામાં આવ્યું હતું.પહેલા પ્રધાન જીતેન્દ્ર આવ્હાડના નતૃત્વ હેઠળ એનસીપીના કાર્યકરોએ ચીપકો આદોલન છેડયું હતું.ત્યાર બાદ ભાજપના ગણેશ નાઈકના નેતૃત્વ હેઠળ ભાજપના નેતાઓએ આંદોલન છેડયું હતું.અગાઉ,મેટ્રો કાર શેડ માટે આરેના જંગલો કાપવાનું નક્કી થયું હતું ત્યારે તત્કાલીન વિપક્ષ તરીકે શિવસેનાએ વિરોધ કર્યો હતો.હાલના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ ખુદ લડતનું નેતૃત્વ કર્યું હતું.હવે નવી મુંબઈના વૃક્ષો મામલે શિવસેના એક બાજુ પર છે અને સરકારમાં સાથી એનસીપી બીજી બાજુ છે.વાસ્તવમાં આ મુદ્દે એનસીપીના સ્થાનિક નેતા અને રાજ્ય સરકારના પ્રધાન સાથે પરામર્શ કે સંકલન થયું નથી.તેના કારણે સરકાર માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે.આઘાડીમાં સંકલનનો અભાવ વધુ એક વખત ઉઘાડો પડી ગયો છે.

Share Now