કોરોનાના વધતા સંક્રમણ પાછળ ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.4 અને BA.5 જવાબદાર

116

નવી દિલ્હી : તા.06 જૂન 2022,સોમવાર : દેશમાં કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,518 નવા કેસ નોંધાયા છે.આ સંખ્યા શનિવારની તુલનામાં 5.8% વધારે છે. કોરોનાના કેસોમાં તેજી આવવાના કારણે એક્ટિવ કેસોની સંખ્યા પણ 25 હજારને પાર પહોંચી ગઈ છે.એક્ટિવ કેસોની સંખ્યામાં 24 કલાકમાં 1,714નો વધારો થયો છે.

કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે,કારણ કે,એક્સપર્ટસે જૂનમાં ચોથી લહેર આવવાની ચેતવણી આપી હતી.કોરોનાના વધતા સંક્રમણની પાછળ ઓમિક્રોન(Omicron)ના સબ વેરિએન્ટસ BA.4 અને BA.5ને જવાબદાર માનવામાં આવી રહ્યા છે.દેશના અનેક રાજ્યોમાં BA.4 અને BA.5ના કેસ નોંધાયા છે.તમિલનાડુમાં 12 સેમ્પલમાં આ બે વેરિએન્ટસની પુષ્ટિ થઈ છે.તમિલનાડુના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 4 લોકોમાં BA.4 અને 8 લોકોમાં BA.5ની પુષ્ટિ થઈ છે.બધાને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.આ અગાઉ છેલ્લા અઠવાડિયે મહારાષ્ટ્રમાં પણ 4 દર્દીઓમાં BA.4 અને BA.5ની પુષ્ટિ થઈ હતી.ઓમિક્રોનના આ બંને સબ વેરિએન્ટસના કેસ આ વર્ષે એપ્રિલમાં દક્ષિણ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં નોંધાયા હતા.દેશમાં અત્યાર સુધીમાં તેલંગાણા,મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ સબ વેરિએન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે.

Share Now