Climate Change Effect : 75% નદી મોનિટરિંગ સ્ટેશનોમાં ઝેરી ધાતુઓનું જોખમી સ્તર નોંધાયુ

128

નવી દિલ્હી : તા. 06 જૂન 2022 સોમવાર : ભારત,ચીન અને નેપાળમાં 25 હિમનદી સરોવરો અને જળાશયોએ 2009થી તેમના વોટરશેડ વિસ્તારોમાં 40 ટકાથી વધુ વધારો નોંધાવ્યો છે.એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જળ સ્ત્રોતોમાં આવેલુ આ પરિવર્તન પાંચ ભારતીય રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ગંભીર જોખમ છે.સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરનમેન્ટના રિપોર્ટ અનુસાર જે પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જોખમ છે,તે છે આસામ,અરૂણાચલ પ્રદેશ,સિક્કિમ,બિહાર,હિમાચલ પ્રદેશ,જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ.જોકે,આ માત્ર જળ પ્રસારમાં વૃદ્ધિનો વિષય નથી.

સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ એનવાયરનમેન્ટ 2022: ઈન ફિગર્સ રિપોર્ટમાં છપાયેલા આંકડા ચિંતાજનક સ્થિતિ વ્યક્ત કરે છે.રિપોર્ટ અનુસાર 1990 અને 2018ની વચ્ચે ભારતના એક તૃતીયાંશથી વધારે કિનારામાં અમુક હદ સુધી ધોવાણ જોવામાં આવ્યુ છે.આ મામલે પશ્ચિમ બંગાળ સૌથી ખરાબ રીતે પ્રભાવિત છે કેમ કે અહીં દરિયાકાંઠાનુ ધોવાણ 60 ટકાથી વધારે છે.આમાં કહેવામાં આવ્યુ છે કે વારંવાર ચક્રવાતનુ આવવુ, સમુદ્રના સ્તરમાં વૃદ્ધિ,માનવજનિત ગતિવિધિઓ જેવી કે બંદરોનુ નિર્માણ,સમુદ્ર કિનારાનુ ખનન અને ડેમનુ નિર્માણ કિનારાના ધોવાણના અમુક કારણ છે.સરકારી આંકડાનો હવાલો આપતા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે ભારતમાં દર ચાર નદી-નિરીક્ષણ સ્ટેશનમાંના ત્રણમાં ભારે ઝેરીલી ધાતુઓ,જેમ કે સીસુ,લોખંડ,નિકલ,કેડમિયમ,આર્સેનિક,ક્રોમિયમ અને તાંબાનુ જોખમી સ્તર નોંધવામાં આવ્યુ છે.117 નદીઓ અને સહાયક નદીઓમાં ફેલાયેલા એક-ચતુર્થાંશ નિરીક્ષણ સ્ટેશનોમાં,બે કે વધારે ઝેરીલી ધાતુઓના ઉચ્ચ સ્તર છે.ખાસ કરીને ગંગા નદીના 33 નિરીક્ષણ સ્ટેશનોમાંથી 10 માં પ્રદૂષણનુ સ્તર ઘણુ વધારે છે.

Share Now