પયગંબર વિવાદમાં ઇસ્લામિક દેશોના સમૂહની ટિપ્પણી ‘અનિચ્છનીય’ અને સંકુચિત માનસિકતા રજૂ કરે છે : ભારત

197

નવી દિલ્હી,તા. 6 મે 2022, સોમવાર : વિશ્વફલક પર વિદેશી નીતિને કારણે પ્રસિદ્ધિ મેળવનાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ બીજેપી સરકારના ટોચના પ્રવકત્તાઓ કરેલ ટિપ્પણીને કારણે વિશ્વફલક પર ભારતની શાખને હાનિ પહોંચી રહી છે. ભાજપના પ્રવકત્તાઓએ કરેલ ટિપ્પણી મુદ્દે મુસ્લિમ દેશો ગુસ્સે ભરાયા છે અને ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ પણ સામાજિક મુદ્દે આ પ્રકારે ભારતીય રાજદૂતોને જવાબ આપવા પડી રહ્યાં છે.

જોકે ભારત સરકાર અને ખાસ કરીને એમ્બેસીના સત્તાધીશો બીજેપી પ્રવકત્તાની પયગંબર પરની ટિપ્પણીથી કિનારો કરી રહ્યાં છે અને કહ્યું કે આ તેમની વ્યક્તિગત ટિપ્પણી હોઈ શકે છે અને અથવા પક્ષની હોઈ શકે છે.ભારત આ પ્રકારની વિચારધાર ધરાવતો દેશ નથી.

ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે ભાજપના બે પ્રવક્તાની વિવાદાસ્પદ ટિપ્પણી પર મુસ્લિમ રાષ્ટ્રોના સમૂહ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને અમે નકારી કાઢીએ છીએ.જોકે મુસ્લિમ રાષ્ટ્રોના સમૂહ દ્વારા આ નિવેદન ભારતનું છે અને આ ભારતની વિચારધારા છે તેવા મંતવ્યને ફગાવતા કહ્યું કે તેમના આ વિચારો અયોગ્ય અને સંકુચિત માનસિકતા ધરાવે છે.

એક ન્યૂઝ ચેનલ પર પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી માટે જવાબદાર બે પ્રવકત્તા-નેતાઓ સામે ભાજપે કડક કાર્યવાહી કરી ચૂકી છે.

સાઉદી શહેર જેદ્દામાં સ્થિત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (oic) એ ભાજપના પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પરની ટિપ્પણીની નિંદા કરતા કહ્યું હતુ કે, “ભારતમાં ઈસ્લામ સામે ફેલાવાતી નફરત અને મુસ્લિમો વિરુદ્ધ દુર્વ્યવહારને પ્રતિત કરતા જાહેરમાં આ ટિપ્પણી કરવામાં આવી છે.”

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ના સેક્રેટરી-જનરલના તાજેતરના નિવેદન અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં,વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા, અરિંદમ બાગચીએ કહ્યું કે, “અમે ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી-જનરલનું નિવેદનને ધ્યાનમાં લીધુ છે.ભારત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન ઓન ઈન્ડિયાની સમાજવાદની આ વિચારશ્રેણીને નકારી કાઢી છે”.

Share Now