સુરત : મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે આયોજિત બે દિવસીય કેમ્પ સફળ રહ્યો હતો.કેમ્પમાં ઉદ્યોગકારો ના દાવાઓ સહિતના પ્રશ્નોનું યોગ્ય નીરાકરણ લાવવામાં આવ્યું હતું.
કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કર્યું હતું.આ પ્રસંગે ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષા પોલ તથા એડિશનલ કમિશનર શ્રી એસ.પી વર્મા સાહેબ હાજર રહ્યા હતા.ઉદ્ઘાટન સમારંભ પૂર્વે શ્રીમતી દર્શનાબેને મંત્રાની ખાસ કરીને ટેક્નિકલ ટેક્સટાઇલને લગતી મશીનરી/સાધનોનું નિરીક્ષણ કર્યું હતું.મંત્રાની આધુનિક સવલતોના નિર્દેશન બાદ તેઓ પ્રભાવિત થયા હતા તથા મંત્રા એ પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.તેમણે હાજર રહેલા પત્રકારોને મંત્રાની ઉપ્લબ્ધીનો પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો. TUF ના પ્રશ્નોના નિકાલ બાબતે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘણા કેસોમાં ઔધૌગિક યુનિટ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા નથી.તેમજ મોટા ભાગના કિસ્સામાં પ્રત્યક્ષ ઇન્સ્પેક્શન માટે યુનિટોએ રસ દર્શાવ્યો નથી.