નવી િદલ્હી : સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક મહત્વના નિર્ણયમાં સ્થાનિક કંપનીઓ પાસેથી રૂ.૭૬,૩૯૦ કરોડના લશ્કરી સાધાનો અને પ્લેટફોર્મ્સની ખરીદીને મંજૂરી આપી છે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી છે.ભારતીય નેવી માટે DAC દ્વારા લગભગ રૂ.૩૬,૦૦૦ કરોડના ખર્ચે નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સ (NGCs)ની ખરીદી માટે પરવાનગી અપાઈ છે.NGCs એક સાથે ઘણી ભૂમિકા ધરાવતું પ્લેટફોર્મ છે.તે સર્વેલન્સ મિશન,એસ્કોર્ટની કામગીરી,સરફેસ એક્શન ગ્રૂપ (SAG) ઓપરેશન્સ તેમજ સર્ચ,હુમલા અને દરિયાકિનારાની સુરક્ષામાં કામ લાગે છે.NGCsનું નિર્માણ ભારતીય નેવીની નવી ઇન-હાઉસ ડિઝાઇનને આધાર કરાશે.જેમાં શિપ બિલ્ડિંગની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.DACએ હિંદુસ્તાન એરોનોટિક્સ દ્વારા ડોર્નિયર એરક્રાફ્ટ અને સુ-૩૦ MKI એરો એન્જિન્સના ઉત્પાદનના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.જેનો હેતુ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો છે.DACએ ભારતીય લશ્કર માટે રફ ટેરેન ફોર્ક લિફ્ટ ટ્રક્સ(RTFLTs),બ્રિજ લેઇંગ ટેન્ક્સ (BLTs)સહિતના વાહનોની ખરીદીને મંજૂરી આપી છે.