નવી િદલ્હી : ઓપરેશન બ્લૂસ્ટારની ૩૮મી વર્ષગાંઠે સુવર્ણ મંદિરમાં કટ્ટરવાદી શીખ સંગઠનો અને શિરોમણી અકાલી દલ(અમૃતસર)દ્વારા ખાલીસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરાયો હતો.ઘણા યુવાનોના હાથમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના બેનર હતા.ખાલિસ્તાન સમર્થકોની ટી-શર્ટ પર ખાલિસ્તાની નેતા જરનેલ સિંઘ ભિંદરાનવાલેની તસવીર હતી.ભૂતપૂર્વ સાંસદ સિમરનજિત સિંઘ માનની આગેવાનીમાં શિરોમણી અકાલી દલ (અમૃતસર)ના કાર્યકર્તાઓએ પણ ખાલિસ્તાન તરફી નારા લગાવ્યા હતા.તેમણે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પ્રશ્ન ઉઠાવી તેના પરિવારને ન્યાય આપવાની માંગણી કરી હતી.ઉલ્લેખનીય છે કે, ઓપરેશન બ્લૂસ્ટાર ૧૯૮૪માં સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને હાંકી કાઢવા કરાયેલી એક મિલિટ્રી કાર્યવાહી હતી.સમગ્ર ઇવેન્ટ શાંતિપૂર્વક પસાર થાય એ માટે અમૃતસરમાં કડક બંદોબસ્ત કરાયો હતો.આ પ્રસંગે શીખ સમાજે જણાવ્યું હતું કે,“શીખ ધર્મના ઉપદેશકો અને વિદ્વાનોએ ધર્મનો પ્રચાર માટે સરહદી વિસ્તારોની મુલાકાત લઇ યુવાઇને શીખ ધર્મના ઇતિહાસની માહિતી આપવી જોઇએ.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે,“આપણે ડ્રગ્સના દૂષણ સામે પણ લડવાની જરૂર છે.ઘણા યુવાનો આ બુરાઇનો શિકાર બન્યા છે.”શીખોના સર્વોચ્ચ ધાર્મિક સંગઠન શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ ગુરુ ગ્રંથ સાહિબનું ગોળીથી વીંધાયેલું‘સરુપ’દર્શાવ્યું હતું.ઓપરેશન બ્લૂસ્ટાર વખતે ૧૯૮૪માં આ ‘સરૂપ’ને પણ ગોળી વાગી હતી. ઉલ્લેખનીય છે કે,એક સમયે પંજાબમાં ખાલિસ્તાનનો મુદ્દો કેન્દ્ર સરકાર માટે મોટી પરેશાની બની ગયો હતો.ખાલિસ્તાની સમર્થકોની ચળવળને કારણ કેન્દ્ર સરકારે લશ્કરને મોરચો સોંપવાની ફરજ પડી હતી.