ભારતે નિકાસ પર પ્રતિબંધ મૂકતા વિશ્વમાં મોંધા થયા ઘઉં

124

દિલ્હી : ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવાની ભારતની જાહેરાત અને યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘઉંના ભાવમાં વધારો થયો છે.સંયુક્ત રાષ્ટ્રની ખાધ એજન્સી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન(FAO)ના જણાવ્યા અનુસાર,મુખ્ય નિકાસ કરનારા દેશોની પાકની સ્થિતિ અંગે ચિંતા અને યુદ્ધને કારણે યુક્રેનમાં ઉત્પાદન ઘટવાની આશંકા વચ્ચે ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાતને કારણે ઘઉંના ભાવ ઝડપથી વધી રહ્યા છે.

એફએક્યુ પ્રાઇસ ઈન્ડેક્સ મે 2022માં સરેરાશ 157.4 પોઈન્ટ હતો,જે એપ્રિલથી 0.6 ટકા નીચે હતો.જો કે,તે મે 2021ની સરખામણીમાં 22.8 ટકા વધુ રહ્યું.એફએક્યુ આંતરરાષ્ટ્રીય ખાદ્યપદાર્થોના ભાવમાં માસિક ફેરફારો પર નજર રાખે છે.એફએક્યુ ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ મે મહિનામાં સરેરાશ 173.4 પોઈન્ટ હતો,જે એપ્રિલ 2022થી 3.7 પોઈન્ટ(2.2 ટકા)અને મે 2021ની સરખામણીમાં 39.7 પોઈન્ટ(29.7 ટકા) વધારે છે.એજન્સીએ કહ્યું હતું કે,સતત ચોથા મહિને મે મહિનામાં આંતરરાષ્ટ્રીય ઘઉંના ભાવમાં 5.6 ટકાનો વધારો થયો છે,જે અગાઉના વર્ષના ભાવ કરતાં સરેરાશ 56.2 ટકા વધુ છે અને માર્ચ 2008ના રેકોર્ડ વધારા કરતાં માત્ર 11 ટકા ઓછો છે.ઉલ્લેખનીય છે કે,ભારતે સ્થાનિક સ્તરે વધતી કિંમતોને નિયંત્રિત કરવાના પગલાંના ભાગરૂપે 13 મે 2022ના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.

Share Now