મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપીની ચાર્જશીટ બાદ જામીનની માંગ નકારાઈ

110

સુરત : કાપોદરા પોલીસે જેલભેગા કરેલા આરોપી વિરુધ્ધ નાર્કોટીક્સ એક્ટના ભંગનો પ્રથમ દર્શનીય કેસ હોવાનો કોર્ટનો નિર્દેશ આજથી બે વર્ષ પહેલાં કોમર્શિયલ કોન્ટીટીના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીએ ચાર્જશીટ રજુ થયા બાદ કરેલા જામીનની માંગને નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતના જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ નકારી કાઢી છે.

કાપોદરા પોલીસે તા.4-11-20202 ના રોજ કુલ 1011.82ગ્રામના એમ.ડી.ડ્રગ્સના હેરાફેરી તથા વેચાણ કરવાના ગુનાઈત કારસામાં આરોપી પિયુષ બાબુભાઈ અસલાલીયા(રે.સિલ્વર લક્ઝરીયા,ઉતરાણ)સહિત અન્ય આરોપીને નાર્કોટીક્સ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી પિયુષ અસલાલીયાએ ચાર્જશીટ રજુ થયા બાદ પોતાની વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસ ન હોઈ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ કોમર્શિયલ કોન્ટીટીના એમ.ડી.ડ્રગ્સનો જથ્થાની હેરાફેરીના કરવા અંગે ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ છે.આરોપી વિરુધ્ધ દેશના યુવાધનના સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે તેવા ગંભીર ગુનો હોઈ જામીન પર છોડવાથી આવા ગુનાને પ્રોત્સાહન મળે તથા સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગને નકારી કાઢતા જણાવ્યું હતું કે આરોપીની અરજીને નાર્કોટીક્સ એક્ટની કલમ-૩૭ની જોગવાઈનો બાધ નડે છે.

Share Now