સુરત : મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના પ્રોજેક્ટના કામમાં ઝડપ આવી છે.સાબરમતીથી વાપી સુધીના તમામ 8 હાઇ-સ્પીડ રેલ સ્ટેશનોનું કામ બાંધકામના વિવિધ તબક્કામાં છે.2026 સુધી સુરતથી બીલીમોરા સુધી બુલેટ ટ્રેન શરૃ થશે,એવી જાહેરાત કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે.સુરત ડેપોના તમામ 128 ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે.કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત પ્રવાસ કાર્યક્રમમાં કડોદરા નજીક નિર્માણ પામી રહેલાં પ્રોજેકટની મુલાકત લીધી હતી અને અંત્રોલી ગામ નજીક ચાલી રહેલ બુલેટ રેલ્વે સ્ટેશનની કામગીરી નિહાળી હતી.સાબરમતી ડેપોનું સબમિટ કામ ગત ફેબ્આરીમાં સોંપવામાં આવ્યું હતું.હાઇ-સ્પીડ રેલ,બીઆરટી,મેટ્રો,અને બે ભારતીય રેલવે સ્ટેશનોને એકીકૃત કરતું સાબરમતીનું પેસેન્જર ટમનલ હબ 2022માં પૂર્ણ થવાની અપેક્ષા છે.ગુજરાતના 8 જિલ્લાઓમાંની 954.26 હેક્ટરમાંથી 942.71 હેકટર અત્યાર સુધીમાં સંપાદિત કરી દેવામાં આવી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ગુજરાતમાં 98.8 ટકા જમીન,દાદરા નગર હવેલીમાં 100 ટકા તથા મહારાષ્ટ્રમાં જમીન 71.5 ટકા સંપાદિત થઈ ચૂકી છે.ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં 100 ટકા સિવિલ અને ટ્રેક કોન્ટ્રાક્ટ એટલે કે રૃટના નિર્માણ માટે 352 કિલોમીટરનો કોન્ટ્રાક્ટ ભારતીય કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો છે.મુખ્ય લાક્ષણિકતાઓ