સુરત : ઇચ્છાપોર રોડ પર રવિવારે બપારે કાર ડિવાઇડર સાથે ભટકાતા ઇજા પામેલા બે મિત્ર પૈકી ધો.10ના વિધાર્થીનું મોત થયુ હતુ.નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અમરોલીના છાપરાભાઠા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો 15 વર્ષીય હિમેશ કનુભાઇ ડાંગર રવિવારે બપોરે કારમાં તેનો મિત્ર વિશાલ ભરવાડ (ઉ-વ-21)અને અન્ય ત્રણ મિત્ર સાથે ઓલપાડ થી ડુમસ તરફ જવા નીકળ્યા હતા.તે સમયે ઇચ્છાપોરના ઓ.એન.જી.સી ગેટ નં-1 પાસે કાર ડિવાઇડરની લોખંડની રેલીંગ સાથે ભટકાતા અક્સમાત સર્જાયો હતો.જેમાં હિમેશને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.જયારે વિશાલને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.જયારે તેના ત્રણ મિત્ર સામાન્ય ઇજા થઇ હોવાનું સુત્રો કહ્યુ હતુ.હિમેશ મુળ આણંદના ખંભાતનો વતની હતો.તેણે ધો.10ની આપેલી પરીક્ષા આજે પાસ થયો હોવાનું જાણવા મળે છે. તેની બે બહેન છે.તેના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે.આ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.