અલથાણમાં પાઇપલાઇન તૂટતા ૨૦લાખ લોકોએ પાણી માટે વલખાં મારવા પડયા

152

સુરત : સુરતના સરથાણા થી અલથાણ જતી પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં આજે દિવસ દરમિયાન ત્રણ ઝોનમાં ૨૦ લાખ લોકો પાણીથી વંચિત રહ્યાં હતા.૧૦૦૦ એમ.એમ.ની આ લાઈન જમીનમાં ૧૪ ફુટ નીચે તૂટી હોવાથી તેનું ભંગાણ શોધવા તથા રીપેરીંગ કરતા ૪૦ કલાકનો સમય નીકળી ગયો હતો.રીપેરીંગ બાદ પાણી સપ્લાય પૂર્વવત કરી દેવાયો હતો.સુરત મહાનગર પાલિકાની સરથાણાથી અલથાણ જતી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ ને પગલે આજે પ પારણ ઝોનના ૨૦ લાખ લોકોને પાણી માટે માટે રીતસરના વલખા મારવા પડ્યા હતા.પાણી આવતા લોકો પાણી લેવા માટે તુટી પડતા હતા.શનિવારે રાત્રે અથવા રવિવારે વહેલી સવારે સરથાણા-અલથાણની મોટી ૧૦૦૦ એમએમની પાણીની પાઈપ લાઈનમાં ૧૪ ફૂટ ઊંડે ભંગાણ પડ્યું હતું.૪૦ કલાક રાઉન્ડ ધી ક્લોક કામગીરી બાદ આજે બપોરે મોટાભાગનું ભંગાણ રીપેર કરી દેવાયું હતું.

પાણીની લાઈનનાં ડી-વોટરિંગ ના ભાગરૂપે સમગ્ર શહેરમાં પાણીપૂરવઠો પૂરો પાડતા શહેરના ૮ વાēર વર્ક પૈકી સરથાણા વાēર વર્કસ સંપૂર્ણ બંધ રખાયું હતું.જ્યારે શહેરના કુલ ૨૯ જળ વિતરણ મથકો પૈકી ખટોદરા,ઉમરવાડા,પાંડેસરા,ઉધના સંઘ,ઉધના ચીકુવાડી,ડુંભાલ,અલથાણ,વેસુ ૧-૨,આભવા,સીમાડા,પૂના,મગોબ,વેસુ-આભવા જળ વિતરણ મથક સંપૂર્ણ બંધ કરાયા હતા.બપોરે બે વાગ્યે રીપેરીંગ પુર્ણ થતા સાંજના સપ્લાય અવર્સમાં આવતા જુદા જુદા વિસ્તારોમાં પાણીનો સપ્લાય શરૂ કરી દેવાયો હતો.કેટલાક વિસ્તારોમાં તબક્કાવાર પાણી પુરવઠો પુરો પાડવાની કામગીરી સાંજ સુધી જારી રહી હતી.આવતી કાલ મંગળવાર થી અસર પામેલા વિસ્તારનો પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે,ભંગાણના કારણે પાણીમાં આગામી ૨ થી ૩ દિવસ પાણી પૂરવઠો ઓછા દબાણ અપૂરતા જથ્થાની શક્યતા છે.

Share Now